GUJARATKALOL(Panchamahal)PANCHMAHAL
કાલોલ તાલુકાની બાકરોલ પ્રાથમિક શાળામાં ધોરણ ૮ના વિદ્યાર્થીઓનો વિદાય કાર્યક્રમ યોજાયો
તારીખ ૧૦/૦૪/૨૦૨૫
સાજીદ વાઘેલા કાલોલ
કાલોલ તાલુકાની બાકરોલ પ્રાથમિક શાળાના ધોરણ આઠના વિદ્યાર્થીઓને આગળ અભ્યાસર્થે જવા વિદાય સમારંભ યોજાયો.શાળાના આચાર્ય દિનેશભાઇ પ્રજાપતિ તેમજ શિક્ષકો દ્વારા વિદ્યાર્થીઓને જીવનમાં શિક્ષણનું મહત્વ સમજાવવામાં આવ્યું હતું જેમાં વિવિધ ઉદાહરણો દ્વારા રસ, રૂચિ,પ્રતિભા મુજબ વિવિધ ક્ષેત્રોમાં વિદ્યાર્થીઓને પોતાનું યોગદાન આપવા માર્ગદર્શન આપવામાં આવ્યું.અત્યાધુનિક ટેકનોલોજીના યુગમાં તમામ ક્ષેત્રોમાં ઉજ્જવળ કારકિર્દી બનાવવા માટે શિક્ષણ અનિવાર્ય બન્યું છે.વિદ્યાર્થીઓને અધૂરો અભ્યાસ ન છોડી ઉજ્જવળ કારકિર્દી બનાવવા માટે સંકલ્પ લેવડાવવામાં આવ્યા.કન્યા કેળવણીને પ્રોત્સાહન આપવા શાળાની દીકરીઓને શિક્ષણનું મહત્વ સમજાવવામાં આવ્યું હતું.