અહેવાલ
અરવલ્લી :હિતેન્દ્ર પટેલ
મેઘરજના વડથલી ગામના ખેડૂતે ન્યાય માટે DSP ને જમીન વિવાદ મામલે રજુઆત કરી
મેઘરજ તાલુકાના વડથલી ગામે જમીન વિવાદ બાબતનો મુદ્દો હવે મોડાસા DSP કચેરીએ પોહ્ચ્યો છે જેમાં અરજદાર ભવાનભાઈ પુંજાભાઈ ખાંટ વડથલી હનુમાનકંપા ના રહેવાસી પોતાની વડીલોપર્જિત જમીનમાં બામણીયા ચંદુજી સુકાજી ના પરિવાર ના લોકો એ ખોટું પેઢી નામું બનાવી ખોટી અટક તેમજ અરજદારના પિતા પોતાના પિતા બનાવી નોંધ નંબર 152 ખોટી પડેલ હોઈ જમીન પચાવવી પાડવા માટે ખોટું પેઢી નામું બનાવેલ પરંતુ હાલ જમીન બાબતે હાઇકોર્ટ માં અને કલેકટર કચેરી માં હાલ કેસ ચાલુ હોઈ કોર્ટ ના કોઈ પણ હુકમ સિવાય ઇસરી પોલીસ ના વડથલી ઓ પી જમાદાર તેમજ પોલીસ કર્મીઓ બામણીયા પરિવારના લોકો એક જુથ થઇ ટેકટર નં GJ 31 N 0145લઇ ને જામીન ખેડાન કરતા હોઈ કોર્ટ ના કોઈ પણ હુકમ સિવાય જમાદાર ને પૂછતાં તેવો કેહતા દાદાગીરી અને ગુંડાગર્દી પાર ઉતરી આવેલ અને કહેતા અમને આ લોકો પૈસા આપ્યા છૅ. અમે કોર્ટ ને નથી માનતા તૂ પૈસા આપે તો તારી બાજુ બોલસું નઈતર તને જેલમાં પુરી દઇશુ અને આ જમીન છોડી દેજે નઈ તો તારી હત્યાં થઇ જશે તેવી ધમકીઓ આપેલ કોર્ટ નુ અનાદર કરેલ તેવા આક્ષેપો સાથે અરજદારે DSP કચેરી ખાતે ઇસરી આઉટ પોસ્ટ વડથલીના જમાદાર તેમજ અન્ય 11લોકો નો અરજીમાં નામજોગ ઉલ્લેખ સાથે ન્યાય માટે પોલીસવડા ને લેખિત અરજી કરી હતી અરજદારના જીવનું જોખમ હોવાનો અરજીમાં ઉલ્લેખ કરાયો છે અરજી ને દયાનમાં રાખી પોલીસ વડાએ અરજદારને ન્યાય અપાવવા ખાત્રી આપી હતી
અરજી પ્રમાણે વિગતે જોઈએ તો શું છે સમગ્ર મામલો.
ગઈ તારીખ ૨૨/૦૬/૨૦૨૪ ના રોજ બપોરના ૩.૩૦ વાગ્યાની આસપાસ ઇસરી પોલીસ સ્ટેશનના આઉટ પોસ્ટ વડથલીના જમાદાર અરજદાર ને ઘરે આવેલા અને ફરિયાદીને કહેતા હતા કે અમોને તમારું ખેતર ખેડવા માટે બામણીયા મનોજભાઈ ચંદુભાઈ વિગેરે નાઓએ પૈસા આપેલા છે જેથી અમો તમારું ખેતર ખેડાવવા માટે આવેલા છીયે અને જો તમો અમોને પૈસા આપો તો તમારું ખેતર પણ ખેડાવીએ એવું કહેતા ફરિયાદીએ ઇસરી પોલીસ સ્ટેશનના વડથલી આઉટ પોસ્ટના જમાદાર સાહેબને કહેલ કે અમારી જોડે હાલ પૈસા નથી એવું કહેતા વડથલી આઉટ પોસ્ટના જમાદાર સાથે અન્ય પોલીસ સ્ટાફના બે માણસો તથા બાબુભાઈ મોતીભાઈ ગોધા પણ હતા તેજ સમયે આ પોલીસ સ્ટાફ ના માણસોએ આ કામ ના આરોપીઓને બોલાવી કેશભાઈ ચંદુભાઈનું ટ્રેકટર નંબર જી જે ૩૧ એન ૦૧૪૫ ના ડ્રાઇવર સુનિલભાઈ કેશભાઈનાઓએ પોલીસે જોડે રહીને અરજદાર ની જમીન ખેડાવી નાખતા તેજ સમયે ફરિયાદીએ પોલીસને કહેલ કે આ જમીન અમારી વડીલોપાર્જિતુ જમીન તે બાપદાદા વખત થી એટલે કે આશરે પચાસ વર્ષ અગાઉથી અમારા કબજા ભોગવટા આવેલ જમીન છે તમોએ અમોને ધમકી મારીને ખોટી રીતે ખેડાવો છો તેવું કેહતા વડથલી આઉટ પોસ્ટના જમાદારે અમોને જણાવેલ કે તમો અમોને પૈસા આપતા નથી એટલે આ જમીન ખેડાવીએ છીએ, અને જો તમો વધારે કઈ કરશો તો અમોને સતા છે કે તમારા ઉપર ખોટી ફરિયાદ દાખલ કરી તમોને ખોટી રીતે ફસાવી દઇશું અને તમને જેલમાં પૂરી દઇશું તેવું જણાવતા અમો ફરિયાદી ચૂપ થઈને એક બાજુ ઊભા રહી ગયેલા તે સમયે જી જે ૩૧ એન ૦૧૪૫ નંબર નું ટ્રેક્ટર અમારા ખેતરમાં પોલીસના માણસો એ સાથે મળી ખેતર ખેડી નાખેલ હતું આમ આ કામના લોકોએ ફરિયાદીની માલિકીની જમીનમાં ખોટા રેકડ બનાવી ખોટી નોંધ પડાવેલ હોય જે બાબતે મે. નાયબ કલેકટર ખાતે સદર વિવાદનો કેસ હાલ ચાલે છે તેમજ તે જ વિવાદની અપીલ હાલ હાઇકોર્ટમાં ચાલે છે. તેમ છતાં આ કામના તમામ લોકોએ બળના જોડે અરજદાર ની જમીન પડાવી લેવા ફરિયાદી ઉપર હુમલો કરી મારી નાખવાની ધમકીઓ આપી હુમલો કરેલ છે જેથી આ કામ ના લોકો માથાભારે હોઇ તેમજ ફરિયાદીના બાળકો અને અમારી પત્નીની કોઈ સલામતી ના હોય કયા સમયે સુ કરે તે નક્કી ના હોય આ કામના લોકો પોલીસની મોટી વગ ધરાવતા હોઇ તેમજ કહે તેમ કરવા વાળા હોઇ જેથી આ કામના લોકો સામે તપાસ કરી કાયદેસરની એફ.આઈ.આર. નોંધાવવા માટે DSP ને લેખિત અરજી કરી હતી