આણંદ કૃષિ યુનિવર્સિટીના ખાતે ખેડૂત તાલીમ તથા બિયારણ વિતરણ કાર્યક્રમ યોજાયો
આણંદ કૃષિ યુનિવર્સિટીના ખાતે ખેડૂત તાલીમ તથા બિયારણ વિતરણ કાર્યક્રમ યોજાયો
તાહિર મેમણ : 17/11/2024 – આણંદ કૃષિ યુનિવર્સિટીના ખાંધા કેન્દ્રબ દ્વારા સરદાર સરોવર પ્રોજેક્ટ અંતર્ગત ખેડૂતો માટે તાલીમ અને નિદર્શન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
જે અનુસંધાને નર્મદા કમાન્ડ વિસ્તારના ખેડૂતો માટે ખાંધા કેન્દ્ર ખાતે અગત્યના શિયાળુ પાકોમાં પિયત વ્યવસ્થાપન” વિષય ઉપર ખેડૂત તાલીમ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો,જેમાં ૩૧ જેટલા ખેડૂતોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.
આ કાર્યક્રમ દરમિયાન ખેડૂતોને ખાંધા કેન્દ્રના યુનિટ વડા અને મદદનીશ સંશોધન વૈજ્ઞાનિક ડો. જે. એચ. ચૌધરી દ્વારા જુદા-જુદા શિયાળુ પાકોમાં પિયત વ્યવસ્થાપન તેમજ ઘઉંની વૈજ્ઞાનિક ખેતી વિષે વિસ્તૃત માહિતી આપી હતી.
આ પ્રસંગે સીનીયર રીસર્ચ ફેલો શ્રી જે. ડી. બલદાણીયા દ્રારા ઘઉંની સુધારેલી જાતોની ખાસિયતો અને બિયારણની ઉપલબ્ધતા વિશે, ખેતી મદદનીશ દ્વ્રારા ડી.ડી. ગુર્જર ખેતીમાં જમીન ચકાસણીનું મહત્વ તથા ખેતી મદદનીશ એ. એમ. રાઠવા દ્વ્રારા જમીન સ્વાસ્થ્યની જાળવણી અંગેની સમજ આપવામાં આવી હતી.
તાલીમ પૂર્ણ થયા બાદ ખેડૂતોને ફિલ્ડ વિઝીટ કરાવી વિવિધ નિદર્શનો/અખતરા અંગે માહિતગાર કરવામાં આવ્યા હતા તેમજ ખેડૂતોને ઘઉંના પાકમાં પિયત વ્યવસ્થા અંગેના નિદર્શન આપવા માટે ઘઉંના બિયારણનું વિતરણ કરવામાં આવ્યું હતુ.