
વાત્સલ્યમ્ સમાચાર.
રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – ભુજ કચ્છ.
ભુજ,તા-૦૩ જાન્યુઆરી : મમુઆરા ગામને જોડતા મહત્વના ૩.૫૦ કિ.મી લાંબા રસ્તાની વાઈડનીંગ અને રીસર્ફેસીંગની કામગીરી માટે રાજ્યમંત્રીશ્રી ત્રિકમભાઈ છાંગાની સરકારમાં રજુઆત અન્વયે ગુજરાત સરકાર દ્વારા રૂ.૪૫૦.૦૦ લાખની માતબર રકમ મંજુર કરવામાં આવેલી હતી. મંજુર થયેલ માર્ગની કામગીરી માર્ગ અને મકાન પંચાયત પેટા વિભાગ ભુજ દ્વારા શરૂ કરવામાં આવેલ છે. કામગીરી પુર્ણ થતા તે વિસ્તારમાં આવેલ ખનીજ સાથે સંકળાયેલા લોકોને લાભ મળશે. તેમજ રસ્તાની પહોળાઈમાં વધારો થતાં વાહનની અવર-જવર સુગમ્ય રીતે થઈ શક્શે.





