વિજાપુર સિંધી હરવાની સમાજ ની દીકરીની સેબી મા રાષ્ટ્રીય લેવલે ગુજરાત માંથી ફકત એકની પસંદગી થતા સમાજના લોકો મા હર્ષ ની લાગણી
વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
ભારત સરકાર ની વૈધાનિક સંસ્થા ગણાતી સિક્યુરિટી એન્ડ એક્ષચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા મા ગુજરાત માંથી એક લાખ લોકો માંથી આઠ લોકો ઇન્ટર સિલેક્ટ થયા હતા આ ગુજરાત માંથી સિલેક્ટ થયેલ આઠ લોકો માંથી ફક્ત એકજ વિજાપુર રામનગર સોસાયટી મા રહેતા સિંધી હરવાની સમાજના નરેશ ભાઈ પરમાનંદ ભાઈ હરવાની ની દિકરી રીયા હરવાની ની મુંબઈ ખાતે આવેલ સેબી મા પ્રથમ પસંદગી પામી હતી રીયા હલવાની એ બી.કે.સી ખાતે પ્રિલીમ મીન્સ ઈન્ટરવ્યુ સુધી ની પરીક્ષા આપી પ્રથમ આવી પસંદગી પામતા સિંધી સમાજના લોકો મા ભારે હર્ષની લાગણી જન્મી હતી. રીયા હરવાની ના માતાપિતા એ જણાવ્યું હતુ મારે દીકરો નથી ફક્ત બે દીકરીઓ છે.રીયા શરૂઆત થી ભણવા મા હોશિયાર હતી. તેણે આપેલી સી એસ ની પરીક્ષામાં પણ ભારત મા ૨૦ મો રેન્ક અને ગુજરાત મા ૫ મો રેન્ક મેળવ્યો હતો. મારી બીજી દિકરી અનીશા હાલમાં બી એ સાયકોલોજી કરી રહી છે. સાથે યુપીએસ સી ની પણ તૈયારી કરી રહી છે. દીકરી રીયા એ સેબી મા સમગ્ર ગુજરાત માંથી તેની પ્રથમ પસંદગી થતા એમને અમારા પરિવાર અને સમાજને ગર્વ છે. જેને લઇ સિંધી હરવાની સમાજના લોકો મા આનંદ જોવા મળ્યો હતો.