GUJARATKALOL(Panchamahal)PANCHMAHAL
કાલોલ ધી એમ.જી.એસ. હાઇસ્કુલમાં સ્વચ્છતા અભિયાન અંતર્ગત વકૃત્વ સ્પર્ધા યોજવામાં આવી.
તારીખ ૨૮/૦૯/૨૦૨૫
સાજીદ વાઘેલા કાલોલ
સ્વચ્છતા અભિયાન અંતર્ગત કાલોલ કેળવણી પ્રચારક મંડળ સંચાલિત ધી એમ.જી.એસ. હાઈસ્કૂલ ખાતે NSS યુનિટ દ્વારા – મધ્ય ગુજરાત વીજ કંપની તેમજ વિભાગીય કચેરી (સ.અને નિ)હાલોલના સંયુક્ત ઉપક્રમે “સ્વચ્છતા વિષય પર ” વકૃત્વ સ્પર્ધા” યોજવામાં આવી. જેમાં ભાગ લેનાર વિદ્યાર્થી ભાઇ-બહેનો એ સ્વચ્છતા નું મહત્વ, ગંદકી દૂર કરવી તેમજ સ્વચ્છતા રાખવાના ફાયદા વિગેરે બાબતો પર ખૂબ જ સુંદર વિચારો રજૂ કર્યા હતા. અંતે પ્રથમ, દ્વિતીય અને તૃતીય નંબરો તેમજ ભાગ તમામ સ્પર્ધકોને પ્રોત્સાહિત ઇનામો આપવામા આવ્યા હતા.