પાલનપુર તાલુકાના હોડા ખાતેજગાણા-સાગ્રોસણા દસ ગામ ઝલાની સાધારણસભા યોજાઇ
21 નવેમ્બર વાત્સલ્યમ્ દૈનિક સમાચાર જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા
પાલનપુર તાલુકાના હોડા ખાતે જગાણા-સાગ્રોસણા દસ ગામ ચૌધરી સમાજ સેવામંડળની સાધારણસભાની શરૂઆત દિપપ્રાગટ્ય અને માઁ અર્બુદાની આરતીથી કરવામાં આવી હતી.તેમજ સને ૨૦૨૩-૨૪ ના ધો.૧૦ અને ધો.૧૨ ના તેજસ્વી વિધાર્થીઓને તેમજ તા.૧/૬/૨૩ થી ૩૧/૫/૨૪ સુધી ગુજરાત સરકારમાં વર્ગ ૧,૨,૩ માં નિમણુંક પામેલા ઉમેદવારોનું જગાણા-સાગ્રોસણા ચૌધરી સમાજના ઝલા દ્વારા વિશિષ્ટ સન્માન કરવામાં આવ્યું હતું.જેમાં વિધાર્થીઓને પુસ્તક, ચાંદીના સિક્કા અને ચેક આપ્યા હતા.તેમજ વર્ગ 1,2,3 ને સાલ ઓઢાડી સન્માન કર્યું હતું.આમ તમામને સન્માનિત કરાયા હતા.તે સાથે સાથે સમાજના વિકાસલક્ષી મુદ્દાઓની ચર્ચા કરવામાં આવી હતી અને વિકાસલક્ષી કામગીરી અવિરત ચાલુ રહે તેવી સૌએ ભાવના વ્યક્ત કરી હતી.ચાંદીના સિક્કાના ઇનામના દાતાશ્રી ઘેમરભાઇ ભૂતડીયા (ગઢ) અને ભોજનના દાતા તરીકે હોડા ગામનું પણ આ પ્રસંગે શાલ ઓઢાડી ખાસ બહુમાન કરવામાં આવ્યું હતું તેમાં સમાજના સૌ વડીલ અને યુવાન ભાઇઓ વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન જગાણા-સાગ્રોસણા ઝલાના મંત્રીશ્રી જે.પી.મોર સાહેબે સુંદર રીતે કર્યુ હતું હોડા ખાતે ગ્રામજનો દ્વારા ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ સાધારણસભામાં જગાણા-સાગ્રોસણા ઝલાના પ્રમુખશ્રી, મંત્રીશ્રી, ઝલાના કમિટી સભ્યો, હોદ્દેદારો તેમજ સમાજના સૌ અગ્રણીઓ અને મહાનુભાવો ખાસ ઉપસ્થિત રહી સમાજ માટે ઉપયોગી સૂચનો રજૂ કર્યા હતા. સમગ્ર કાર્યક્રમ ખુબ જ ઉત્સાહ ના માહોલમાં સંપન્ન થયો હતો.સમાજમાં ઉચ્ચ શિક્ષણમાં અગ્રતા ક્રમ મેળવનાર તેમજ વર્ગ એક અને બે ની સ્પર્ધાનાત્મક પરીક્ષાઓમાં પાસ થઈ ઉચ્ચપદો મેળવનાર તેજસ્વી તારલાઓનું ઝલા દ્વારા સન્માન કરાયું.