સુરેન્દ્રનગરમાં અહિંસા યુવા સંગઠન દ્વારા ભવ્ય બ્લડ ડોનેશન કેમ્પનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું.
તા.02/06/2025/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર
આ કેમ્પની વિશિષ્ટતાએ હતી કે તે ઓપરેશન સિંદુરના સમર્થનમાં સમર્પિત હતો રક્તદાન જેવી માનવતાની ઉત્તમ સેવા અને દેશભક્તિના ઉત્કૃષ્ટ ભાવનું સુમેળ અહીં જોવા મળ્યો હતો આ વિશાળ કેમ્પનું આયોજન પ્રથમ વખત વિવિધ સામાજિક તથા ધાર્મિક સંસ્થાઓના સહયોગથી કરવામાં આવ્યું હતું આ સમૂહ સહયોગના પરિણામે સમગ્ર શહેરમાં છેલ્લા ૮ દિવસોથી જાણે એક તહેવારની જેમ આનંદ અને ઉત્સાહ છવાયેલો જોવા મળ્યો હતો આ યુવાનો દ્વારા બ્લડ ગ્રુપ પોતાના હેરસ્ટાઈલમાં લખાવવી, સોશિયલ મીડિયામાં અભિયાન ચલાવવું, અને પ્રેરણાદાયક મેસેજીસ સાથે રક્તદાન માટે જનજાગૃતિ ફેલાવવી, આ બધું જોઈને સુરેન્દ્રનગરમાં જાણે જીવન દાન મહોત્સવ ચાલી રહ્યો હોય એવું લાગતું હતું આ કાર્યક્રમમાં સુરેન્દ્રનગરના ઈતિહાસમાં પ્રથમવાર ૩૭૩ રક્તદાતાઓએ એકસાથે રક્તદાન કરવા આવી રેકોર્ડબ્રેક સહભાગિતા નોંધાવી હતી જે સમગ્ર જિલ્લાની સેવાનો ગૌરવમય પળ બની રહી આ કેમ્પના મુખ્ય લાભાર્થીઓ તરીકે માતુશ્રી મુક્તાબેન જયંતીલાલ મહેતા તથા શ્રીમતી હીનાબેન ગીરીશભાઈ ગાંધી રહેલા હતા. સાથે સાથે, કાર્યક્રમને સફળ બનાવવા માટે અનેક દાતાઓનો પણ ઉમદા સહયોગ મળ્યો હતો ગીફ્ટ સહયોગી દાતા તરીકે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા, વિશ્વેશ્વર પેટ્રોલિયમ (શેખપર), ઓમ આકાશ ઇલેક્ટ્રોનિક્સ તથા ધૈર્ય એન્ટરપ્રાઇઝ (રતનપર) આગળ આવ્યા હતા તદઉપરાંત, દરેક રક્તદાતા તથા મહેમાનના સન્માનમાં શ્રીજી આઈસ્ક્રીમ દ્વારા મીઠી ભેટરૂપે આઈસ્ક્રીમનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું સહયોગી દાતા તરીકે સર્વોદય શો રૂમ પરિવારનો ઉલ્લેખનીય સહયોગ રહ્યો હતો આ સમગ્ર કાર્યક્રમનું આયોજન શશાંક ગાંધી, કૃણાલ મેહતા અને ગુંજન સંઘવી તેમજ અહિંસા યુવા સંગઠનની જાગૃત ટીમ દ્વારા વિધિવત્ અને ઉત્સાહપૂર્વક કરવામાં આવ્યું હતું સઘળા સ્વયંસેવકોની કર્મઠતા અને શહેરના નાગરિકોના ઉત્સાહથી આ સેવા કાર્યક્રમ માત્ર સફળ નથી રહ્યો પરંતુ યાદગાર બની રહ્યો અંતે, અહિંસા યુવા સંગઠન સમગ્ર શહેર, દાતાઓ, સહયોગી સંસ્થાઓ અને ખાસ કરીને દરેક રક્તદાતાઓ માટે હ્રદયપૂર્વક આભાર વ્યક્ત કરે છે અને આવનારા દિવસોમાં વધુ સેવા કાર્યક્રમો સાથે સમાજહિતમાં સક્રિય રહેવાની પ્રતિબદ્ધતા દર્શાવે છે.