DAHODDAHOD CITY / TALUKOGUJARAT
દાહોદ શહેરના ગોધરા રોડથી ચોસાલા કેદારનાથ મહાદેવ મંદિર સુધી ભવ્ય કાવડ યાત્રા યોજાઈ

તા.૧૬.૦૮.૨૦૨૬
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ
દાહોદ શહેરના ગોધરા રોડથી ચોસાલા કેદારનાથ મહાદેવ મંદિર સુધી ભવ્ય કાવડ યાત્રા યોજાઈ
ગોધરા રોડ પરથી ઉત્સાહભેર પ્રસ્થાન પામેલી આ કાવડ યાત્રામાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ જોડાયા હતા ડીજેના તાલે નાચતા-કૂદતા શિવભક્તોએ સમગ્ર દાહોદ શહેરને શિવમય માહોલમાં રંગી દીધું હતું હર હર મહાદેવના નાદ સાથે ભક્તોએ કાવડ યાત્રામાં ઉત્સાહભેર ભાગ લીધો હતો યાત્રાના માર્ગ પર ઠેર-ઠેર શ્રદ્ધાળુઓ દ્વારા ભવ્ય સ્વાગત અને અલ્પાહારની વ્યવસ્થાઓ કરવામાં આવી હતી અંતે આ વિશાળ કાવડ યાત્રા ચોસાલા સ્થિત કેદારનાથ મહાદેવ મંદિર ખાતે પહોંચી હતી જ્યાં શિવભક્તોએ વિધિ-વિધાન અને પવિત્ર જળથી કેદારનાથ મહાદેવનો જળાભિષેક કર્યો હતો ભક્તિસભર વાતાવરણ વચ્ચે યોજાયેલી આ યાત્રાથી સમગ્ર વિસ્તારમાં શિવભક્તિનો અદભુત માહોલ છવાયો હતો





