ફૈઝ ખત્રી…શિનોર
વડોદરા જિલ્લા ના શિનોર તાલુકાના મોલેથા ગામે વાળંદ સમાજ ની કુળદેવી શ્રી લિંબચ માતાજી નું ભવ્ય પ્રાચીન મંદિર આવેલું છે ચૈત્ર માસ ની ચૌદસ માતાજી નો પાટોત્સવ દિવસ હોય દર વર્ષે વાળંદ સમાજ દ્વારા નવચંડી યજ્ઞ અને ડાયરા નુ આયોજન કરવામાં આવે છે.દર વર્ષ ની જેમ આ વર્ષે પણ તા.૧૦/૪/૨૫ ના રોજ જયેશ બારોટ ગ્રુપ નો ભવ્ય લોક ડાયરો અને તા. ૧૧/૪/૨૫ ના રોજ ભવ્ય નવચંડી યજ્ઞ મહોત્સવ યોજાનાર છે. વાળંદ સમાજ ઉપરાંત બ્રાહ્મણ સમાજ,રબારી સમાજ,પટેલ સમાજ સહિત અન્ય ઘણા સમાજ ના પરિવારો શ્રી લિંબચ માતાજી ને કુળદેવી તરીકે પૂંજે છે આજુ બાજુના ગ્રામ જનો પણ માતાજી માં અતૂટ શ્રદ્ધા અને આસ્થા ધરાવે છે.અને ખુબ મોટી સંખ્યામાં માતાજી ના દર્શને આવે છે અને માતાજી ની ભક્તિ અને આરાધના કરે છે. જેમાં તમામ સમાજ ના લોકો આનંદ અને ઉત્સાહ સાથે માતાજી ના ઉત્સવ ને મહોત્સવ માં હાજરી આપે છે. શ્રી લિંબચ માતાજી ના શ્રદ્ધા અને આસ્થા થી દર્શન કરનારા ભક્તો ની તમામ મનોકામના માતાજી પુરી કરે છે…