MORBI:મોરબી સામાકાંઠે દેશી દારૂના અડ્ડા પર ‘જનતા રેડ’







MORBI:મોરબી સામાકાંઠે દેશી દારૂના અડ્ડા પર ‘જનતા રેડ’


મોરબીમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સામે ફરી એકવાર સવાલો ઊભા થયા છે. શહેરના સામાકાંઠા વિસ્તારમાં વારંવાર રજૂઆત કરવા છતાં પોલીસ દ્વારા કોઈ નક્કર કામગીરી ન કરવામાં આવતા, આખરે સ્થાનિક લોકોએ કાયદો હાથમાં લઈ ‘જનતા રેડ’ કરવાની ફરજ પડી હતી.

મોરબીના સામાકાંઠા વિસ્તારમાં સર્કિટ હાઉસ નજીક આવેલા એક જૂના બંધ મકાનમાં લાંબા સમયથી દેશી દારૂનું વેચાણ અને હેરાફેરી થતી હોવાની બૂમો ઉઠી હતી. સ્થાનિકોનો આક્ષેપ છે કે:આ બાબતે અનેકવાર સ્થાનિક પોલીસ મથકે જાણ કરવામાં આવી હતી.પોલીસ દ્વારા યોગ્ય કાર્યવાહી ન થતા બુટલેગરો બેફામ બન્યા હતા.સ્થાનિક રહેવાસીઓ અને મહિલાઓએ એકઠા થઈને આ અડ્ડા પર અચાનક દરોડો પાડ્યો હતો.
જનતા રેડની જાણ થતા જ પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. જોકે, લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. ગ્રામજનોનું કહેવું છે કે જ્યારે અસામાજિક તત્વો ત્યાં હાજર હતા ત્યારે પોલીસ ડોકાઈ નહોતી, અને હવે જ્યારે લોકોએ હિંમત બતાવી ત્યારે પોલીસ માત્ર દેખાડો કરવા આવી પહોંચી છે. આ ઘટનાને પગલે લોકોમાં ચર્ચા જાગી છે કે “ઘોડા છૂટી ગયા પછી તબેલે તાળા મારવા” જેવી સ્થિતિ સર્જાઈ છે.

લોકમુખે ચર્ચા: “જો પોલીસ સમયસર જાગી હોત, તો સામાન્ય જનતાએ રસ્તા પર ઉતરીને જોખમ ખેડવાની જરૂર ન પડત. શું પોલીસ અને બુટલેગરો વચ્ચે કોઈ મિલીભગત છે?”



