થરા ખાતે સુન્ની મુસ્લિમ બિરાદરો દ્વારા હજરત મહંમદ પયંગબર સાહેબના જન્મ દીન નિમિત્તે ભવ્ય જુલુસ કાઢવામાં આવ્યુ.
થરા ખાતે સુન્ની મુસ્લિમ બિરાદરો દ્વારા હજરત મહંમદ પયંગબર સાહેબના જન્મ દીન નિમિત્તે ભવ્ય જુલુસ કાઢવામાં આવ્યુ.

થરા ખાતે સુન્ની મુસ્લિમ બિરાદરો દ્વારા હજરત મહંમદ પયંગબર સાહેબના જન્મ દીન નિમિત્તે ભવ્ય જુલુસ કાઢવામાં આવ્યુ.
ઈસ્લામ ધર્મના લોકો હજરત મોહમ્મદ પયંગબર સાહેબના જન્મ દિવસે ઈદ-એ-મિલાદ- ઉન-નબી ઈદ-એ-મિલાદના રૂપમાં ઉજવે છે.ઈસ્લામિક કેલેન્ડર અનુસાર આ તહેવાર ત્રીજા મહિનાના રબી-ઉલ- ઉબ્બલ ના ૧૨ માં દિવસે હજરત મુહમ્મદ સાહેબના જન્મ દિવસના રૂપમાં ઉજવવામાં આવે છે.તેમને ઈસ્લામિક ધર્મના છેલ્લા પૈગંબર માનવામાં આવે છે. આ તહેવાર ઈસ્લામિક લોકોને એકતાના સૂત્રમાં બાંધે છે અને તેમને પૈગંબરની શિક્ષાઓને યાદ કરવાના અવસર પ્રદાન કરે છે.તહેવાર મુસ્લિમ લોકોને સમાજ સેવા માટે પ્રેરિત કરે છે અને ગરીબો,જરૂરીયાત મંદો ની મદદ કરવા માટે પ્રોત્સાહિત કરે છે.અલ્લાહના સૌથી પહેલા પૈગંબર હજરત મોહમ્મદને જ પવિત્ર કુરાન અતા કરી હતી.તેના બાદ જ પૈગંબર સાહેબે પવિત્ર કુરાન નો સંદેશ દુનિયાના ભરના ખૂણે ખુણા સુધી પહોંચાડ્યો. ઈદ મિલાદ-ઉન-નબીનો ઈતિહાસ ઈસ્લામિક ધર્મના પૈગંબર હજરત મુહમ્મદ સાહેબના જન્મ સાથે જોડાયેલો છે.આમ સમગ્ર દુનિયામાં આ તહેવારની ઉજવણી કરવામાં આવે છે. ત્યારે ઓગડ તાલુકા મુખ્ય મથક થરા ખાતે સુન્ની મુસ્લિમ સમાજ દ્વારા મૌલાના બસીર અકબરી, મૌલાના અબ્દુલ સમદ અકબરી,બ.કાં.જિલ્લા ભાજપ લઘુમતિ મોરચા મંત્રી લઘુમતિ સમાજ ના કર્મષ્ઠ આગેવાન એડવોકેટ & નોટરી (ભારત સરકાર) રફીકભાઈ મેમણ,મોહ્યુદીન મોરવાડીયા, જમાલખાન ઘોરી, ઈબ્રાહીમભાઈ મોરવાડીયા શાકભાજીવાળા,મુકદરશા કાદરશા ફકીર,મીડિયા કર્મી રૂસ્તમ પઠાણ સહીત મુસ્લિમ બિરાદારો ની ઉપસ્થિતિમા ૨૬ મી ઓગસ્ટ ૨૦૨૬ ને બુધવાર ના રોજ સવારે જુનાગામ તળથી ભવ્ય જુલુસ કાઢવામાં આવ્યુ હતુ. લીમડાવાસથી નીકળેલ જુલુસમાં નાના ભૂલકાઓ ઊંટ ગાડી,ઘોડે સવારી દ્વારા નીકળી જુનાગામતળમા જુમ્મા મસ્જિદ ખાતે પહોંચેલ. તમામ સુન્ની મુસ્લિમ સમાજ ના બિરાદરો સાથે મળી જુલુસ જુમ્મા મસ્જિદ થી નીકળી જૂનાગંજ વિસ્તાર, ઉભી શેરી,વાળીનાથ મંદિર, મુખ્ય બજાર,હાઈસ્કુલ રોડ, સિપાઈવાસ,તેરવાડીયા વાસ થઈ જુમ્મા મસ્જિદ પરત પહોંચેલ.આ જુલૂસમાં નાત ખાની નારે તકબીર અલ્લાહ હું અકબર ના નારા સાથે મીઠી વાનગી ચોકલેટ બિસ્કીટ જેવી ખાધ્ય ચીજ વસ્તુઓ પાણી શરબત ઠંડા પીણાં સાથે લોકો ને વહેંચવામાં આવી હતી. ત્યારબાદ હઝરત મહમદ સાહેબના બાલ મુબારકની જિયારત કરવામાં આવી હતી આમ નીયાજ (પ્રસાદી) ખાઈ બાદ જુલૂસનું સમાપન કરવામાં આવ્યું હતુ.થરા PI એન.કે.વિંઝૂડા ના માર્ગદર્શન હેઠળ PSI એન.એચ.રાણા, અલ્પેશજી ઠાકોર,વિષ્ણુભાઈ પ્રજાપતિ સહીત પોલીસ કર્મી દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો હતો.
નટવર કે. પ્રજાપતિ, થરા
મો., 99795 21530



