
ફૈઝ ખત્રી..શિનોર
આજ રોજ તારીખ 14 ઓગસ્ટ 2026 આઝાદીના અમૃત મહોત્સવ ,હર ઘર તિરંગા 2026 ના ભાગ રૂપે શિનોર તાલુકા મથક ખાતે તિરંગા યાત્રા ગ્રામ પંચાયત થી ડીજેના તાલે નીકળી હતી. જિલ્લા પંચાયત કોષા અધ્યક્ષ સચિન પટેલ, ઉપ સરપંચ નિતિન ખત્રી, જિલ્લા મહિલા મોરચા પ્રમુખ હીનાબેન મોંઢ, તાલુકા ભાજપા મહામંત્રી ધર્મેશ પટેલ, જીલ્લા લઘુમતી મોરચા મહામંત્રી અમીન મેમણ, તાલુકા પંચાયત સદસય કલ્પેશ વસાવા, એપીએમસી ડિરેકટરો જયેશ પટેલ, હસમુખ પટેલ, નયન પટેલ, જયેશ પટેલ ( બરકાલ ) તથા તાલુકા ભાજપ કાર્યકરો, શિનોર ની પોલીસો, જી.આર.ડી. તથા સાર્વજનિક હાઈસ્કૂલ અને પ્રાથમિક શાળા નાં વિદ્યાર્થીઓ તિરંગા સાથે યાત્રામાં જોડાયા હતા. હાથમાં તિરંગા સાથે ડીજેના તાલે દેશ ભક્તિ નાં ગીતો સાથે ભવ્ય તિરંગા યાત્રાએ શિનોરમાં દેશભક્તિનો અનેરો માહોલ ઉભો કર્યો હતો. તિરંગા યાત્ર ની ઉજવણી નો મુખ્ય હેતુ રાજ્યના લોકોમાં રાષ્ટ્રધ્વજ અને દેશ માટે ગર્વની ભાવના જાગે તે આ કાર્યક્રમનો રહ્યો હતો. તિરંગા યાત્રા બસ સ્ટેન્ડ ગ્રામ પંચાયત થી મેઈન બજાર, અધિભાગ, ચારભાગ, નાની ભાગોળ થી વંઝારી વાસ થઈ પરત શિનોર બસ સ્ટેન્ડ ગ્રામ પંચાયત પરત આવી હતી. સમગ્ર તિરંગા યાત્રા શિનોર નગર નાં મુખ્ય માર્ગ પર ફરતા ગામમાં દેશ ભક્તિમય માહોલ જોવા મળ્યો હતો.




