ઓગડ તાલુકાના આણંદપુરામા શ્રી ચામુંડા માતાજી ની ભવ્ય રમેલ યોજાઈ.
ઓગડ તાલુકાના આણંદપુરામા શ્રી ચામુંડા માતાજી ની ભવ્ય રમેલ યોજાઈ.

ઓગડ તાલુકાના આણંદપુરામા શ્રી ચામુંડા માતાજી ની ભવ્ય રમેલ યોજાઈ.
ચૈત્ર મહિનો એટલે શ્રધ્ધાભક્તિ ભાવ અને આરાધનાનો ત્રિવેણી સંગમયુક્ત મહિનો ચૈત્ર મહિના માં ભક્તિ ભાવ અને દૈવી કર્મ વિશેષ જોવા મળતા હોય છે. આદ્ય શક્તિશ્રી જગદંબામાની ચૈત્રી નવરાત્રીના એન્ડમાં ઓગડ તાલુકાના આણંદપુરામા શ્રી ચામુંડા માતાજીના મંદિર પરિસર માં ધરમશીભાઈ ધનાભાઈ પરિવાર દ્વારા શ્રી ચામુંડા માતાજીની ભવ્ય રમેલનું આયોજન વૈશાખસુદ ચોથ ને સોમવાર તા.૨૦/૦૪/૨૦૨૬ ના રોજ રાત્રે ભુવાજી પરાગભાઈ, પઢીયાર ભુવાજી હીરાભાઈ રામજીભાઈની પાવન નિશ્રામાં શ્રી આઠ પરગણા ગુર્જર પ્રજાપતિ કેળવણી મંડળ રાધનપુરના પૂર્વમંત્રી પ્રહલાદભાઈ ઊણ,ઊણ પરગણા પ્રજાપતિ સમાજ ના પ્રમુખ રામજીભાઈ,મંત્રી ઉમેશભાઈ નેકારીયા,શિક્ષક જીવતલાલ પ્રજાપતિ,કાંકરેજ પ્રેસરિપોર્ટર નટુભાઈ પ્રજાપતિ થરા,હીરાભાઈ પ્રજાપતિ પાટણ,ગોવિંદભાઈ પ્રજાપતિ પાટણની ઉપસ્થિતિમાં મહેમાનો એ ભોજન પ્રસાદ લીધા બાદ રાત્રે ભવ્ય રમેલ (જાતર) નું આયોજન કરવામાં આવેલ. કુંવાસીઓને ધરમશીબા પરિવાર દ્વારા ભેટપુજા કરેલ. સુખદેવસિંહ સોઢા,જામાભાઈ દેસાઈ,ખાનુભા વાઘેલા,અનુભા વાઘેલા,તેજાભાઈ દેસાઈ સહીત પધારનાર મહેમાનોને કંકુ તિલક કરી ફુલહાર પહેરાવી શાલ ઓઢાડી નાનુભાઈ, પરષોત્તમભાઈ,ઈશ્વરભાઈ, વાસુભાઈ, સહીત મેહરીયા પરિવારે સ્વાગત સન્માન કર્યું હતું. પ્રહલાદભાઈ પ્રજાપતિ મહેસાણા સહીત આજુબાજુ ગામોના તથા પ્રજાપતિ સમાજ ના અનેક ભુવાજીઓએ રાત્રે રમેલની રમઝટ બોલાવેલ સવારે શુભ ચોઘડિયે સૂર્યદેવની સાક્ષી એ દેવી દેવતાઓને તેલ ફૂલ ચડાવેલ.દેવી દેવતાઓની આરતી ઉતારી સૌ છુટા પડ્યા હતા.
નટવર કે. પ્રજાપતિ,થરા
મો 99795 21530






