ધાંગધ્રાના વાધગઢ ગામે વર્લ્ડ ગ્રીન એગ્રો કંપનીનો ભવ્ય સેમિનાર યોજાયો.
દાડમની બાગાયત ખેતીથી ખેડૂતોને વધુ આવકનો સંદેશ, સરકારની સબસીડી અંગે માર્ગદર્શન

તા.26/02/2026/ બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર
દાડમની બાગાયત ખેતીથી ખેડૂતોને વધુ આવકનો સંદેશ, સરકારની સબસીડી અંગે માર્ગદર્શન
સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા તાલુકાના વાધગઢ ગામેં ઝાલાવાડ પંથકના ખેડૂતો માટે પ્રેરણાદાયી અને માર્ગદર્શક સમાચાર સામે આવ્યા છે ધાંગધ્રા તાલુકાના વાધગઢ ગામે વર્લ્ડ ગ્રીન એગ્રો કંપની લિમિટેડ દ્વારા દાડમની આધુનિક ખેતી અંગે વિશાળ સેમિનાર યોજાયો હતો જેમાં 2,000 થી વધુ ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા ધ્રાંગધ્રાના વાધગઢ અને રણમલપુર પ્રગતિશીલ ખેડૂત ચંદ્રકાંતભાઈ ઈશ્વરભાઈ પટેલે પોતાની જમીનમાં દાડમનું વૈજ્ઞાનિક પદ્ધતિથી વાવેતર કરી અને આંતરપાક પદ્ધતિ અપનાવી સફળતા મેળવી છે દાડમની ખેતીમાં કંપની દ્વારા સૂચિત ઉત્તમ ગુણવત્તાવાળી દવાઓ અને બિયારણનો ઉપયોગ કરીને ઉત્તમ ઉત્પાદન મેળવવામાં આવ્યું છે તેમની આ સફળતા અન્ય ખેડૂતો માટે પ્રેરણારૂપ બની છે સેમિનારમાં કંપનીના અધિકારી અતુલ રૂપાલા દ્વારા દાડમની બાગાયત ખેતી યોગ્ય જમીન તૈયાર કરવાની રીત, ડ્રિપ સિંચાઈ પદ્ધતિ, રોગ-કીટ નિયંત્રણ અને ઉત્પાદન વધારવાના વૈજ્ઞાનિક ઉપાયો અંગે વિગતવાર માર્ગદર્શન આપવામાં આવ્યું હતું ખાસ કરીને સરકાર દ્વારા બાગાયત ખેતી માટે અપાતી સબસીડી અંગે પણ ખેડૂતોને માહિતગાર કરવામાં આવ્યા હતા દાડમ જેવી બાગાયત પાકોમાં ડ્રિપ સિંચાઈ, પ્લાસ્ટિક મલ્ચિંગ, નેટહાઉસ અને વિવિધ યોજનાઓ હેઠળ સરકાર તરફથી સહાય મળતી હોવાથી ખેડૂતોને ઓછા ખર્ચે વધુ નફો મેળવવાની તક મળે છે વિદ્યવત આયોજન અને વ્યાપક ઉપસ્થિતિને કારણે આ સેમિનાર ખેડૂતો માટે જ્ઞાનવર્ધક સાબિત થયો હતો દાડમની ખેતી આજના સમયમાં વધુ નફાકારક અને નિકાસલક્ષી પાક તરીકે ઉભરી રહી છે જે ખેડૂતોને આર્થિક રીતે મજબૂત બનાવવામાં સહાયક બની શકે છે ઝાલાવાડ પંથકમાં બાગાયત ખેતીનો વ્યાપ વધે અને ખેડૂતો આધુનિક ટેક્નોલોજી અપનાવી સમૃદ્ધિ તરફ આગળ વધે તેવો સંદેશ આ સેમિનાર દ્વારા આપવામાં આવ્યો હતો.





