MORBI:નેતાઓની વિકાસની પુકાર મોરબી રાજકોટ હાઇવેનો માર્ગે પર ભર ચોમાસે ખખડધોજ અકસ્માતને આમંત્રણ વાહન ચાલકોમાં ભયનો માહોલ!!!

MORBI:નેતાઓની વિકાસની પુકાર મોરબી રાજકોટ હાઇવેનો માર્ગ પર ભર ચોમાસે ખખડધોજ અકસ્માતને આમંત્રણ વાહન ચાલકોમાં ભયનો માહોલ!!!
મોરબી જિલ્લામાં મોટાભાગે વિકાસની બુમા બુમ નું સૂરસૂરિયું મોટાભાગના શહેર જિલ્લામાં સમસ્યા સ્વરૂપે લોકો અનુભવી રહ્યા છે ત્યારે મોરબી રાજકોટ હાઇવે લાખો કરોડોના ખર્ચે બનેલો માર્ગ ઘણા સમયથી મરામત માંગી રહ્યો હોય પરંતુ તંત્રના પેટનું પાણી હલ્યું ન હોય તેના પાપે માર્ગો વાહન ચાલકો માટે જોખમી બન્યા છે જે સૌરાષ્ટ્રનું ગણાતું પાટનગર રાજકોટ ઉદ્યોગ નગરીમાં સ્થાન પ્રાપ્ત કરનાર મોરબી નો અવરજવર કરતો માર્ગ ભાંગીને ભૂકો થઈ ગયેલી હાલતમાં ભરો ચોમાસે જોવા મળી રહ્યો છે ત્યારે વિકાસની પીપૂડી વગાડતા નેતાઓ ધારાસભ્યો સંસદ સભ્યોના દર્શન રહ્યા હોય એવા સમયે તાલુકા જિલ્લા કક્ષામાં ચૂંટાયેલા પ્રજાના પ્રતિનિધિઓ નું વિકાસ કાર્યમાં ઉપજે શું? તેવી પણ ચર્ચા મોરબી જિલ્લામાં તાલુકા અને જિલ્લા પંચાયત કચેરીમાં ચર્ચા ના ચકડોળે ચઢી છે ત્યારે મહાનગરપાલિકા નું પદ મોરબી ને મળ્યા પછી પણ પાયાની પ્રાથમિક સુવિધા નો અભાવ મતદાર પ્રજા સ્થાનિક અનુભવી રહી છે માત્ર મોરબી રાજકોટ રોડ કુરતી નહીં વાંકાનેરના રોડ રસ્તા પણ મરામત માંગતા હોય એવા સમયે ધારાસભ્ય અને સંસદ સભ્ય પોતાના મતવિસ્તાર અને પોતાના શહેરની સમસ્યાઓ હલ કરવામાં નિષ્ક્રિય રહ્યા હોય તેવું ચિતાર મોરબીના સનાળા થી ટંકારા સુધી પસાર થતા વાહનચાલકોએ અનુભવ કર્યો છે શું આ બાબતે ટંકારા પડધરી ના લોકપ્રિય કહેવાતા ધારાસભ્ય તે વિસ્તારમાંથી પસાર થતા નથી? કે પછી ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ તેમનું માનતા નથી? તેવી ચર્ચા પણ રાજકીય ભારતીય જનતા પાર્ટી ભાજપમાં મોરબી શેર જિલ્લામાં રહી છે તે ભાજપમાં અંદરો અંદર વાદ અને વિવાદ વિકાસને અટકાવી રહ્યો હોય તેવા સમયે ઘર ચોમાસે નેશનલ હાઈવે પર પાણીના તલાવડા ભાંગીને ભૂકો થયેલા માર્ગો વાહનચાલકોને અકસ્માતનું આમંત્રણ આપતા હોય તેવી સ્થિતિમાં કોઈ મોટી ઘટના દુર્ઘટના સર્જાય એ પહેલાં તંત્ર વાહકો કે પ્રજા ચિંતક નેતાઓ પ્રજાલક્ષી કાર્યને વેગ આપશે કે શું ? એ તો આવનાર સમય બતાવશે હાલ સ્થિતિ મોરબી શહેર જિલ્લાના માર્ગોની અતિ બિસ્માર માં હાલતમાં મોરબી વાંકાનેર ટંકારા હળવદ પંથકના વાહન ચાલકો અનુભવી રહ્યા છે અધૂરામાં પૂરું લાખો કરોડોના ખર્ચે બનેલો મોરબી રાજકોટ હાઇવે સનાળાથી ટંકારા સુધી ભાંગીને ભૂકો થઈ ગયા ની જાણ સ્થાનિક થી લઇ વાહન ચાલકોને હોય તો તંત્ર અને સ્થાનિક નેતાઓ અજાણ કેમ હોઈ શકે? એ હા ભાઈ એ હા ભાઈ ભર ચોમાસે સમસ્યા તો હોય તેનું નામ વિકાસ કહેવાય








