કાલોલ ઘટક-૧ અને ઘટક-૨ માં નવિનીકરણ ઝુંબેશ -૨૦૨૬ અંતર્ગત આંગણવાડી કેન્દ્રમાં આંઠ હજાર પાંચસો રૂપિયાની ગ્રાન્ટ આપવામાં આવી.

તારીખ ૦૪/૦૨/૨૦૨૬
સાજીદ વાઘેલા કાલોલ
પંચમહાલ જિલ્લા ના કાલોલ ઘટક-૧ માં ૫૯ અને ઘટક-૨ માં ૬૬ નવિનીકરણ ઝુંબેશ -૨૦૨૬ અંતર્ગત આંગણવાડી કેન્દ્ર માં ૮૫૦૦/ ની ગ્રાન્ટ ગુજરાત સરકાર દ્વારા આપવામાં આવી સરકાર નો અભિગમ બાળકો કલર ફૂલ આંગણવાડી માં આવે અને પોતાનું પૂર્વ પ્રાથમિક શિક્ષણ સારા વાતાવરણ માં લે તે હેતુથી આજે ૩૧ જાન્યુઆરી સુધી ઝુંબેશ રૂપે કાલોલ તાલુકા ની આંગણવાડી ઓ માં કલર કામ તથા નાના મોટા સમારકામ કરી આંગણવાડી ઓમાં નવિની કરણ કરવામાં આવ્યું હતું જેમાં પંચમહાલ જિલ્લા પ્રોગ્રામ ઓફિસર રમીલાબેન ચૌધરીના સતત માર્ગદર્શન હેઠળ તેમજ કાલોલ આઈ .સી.ડી.એસ. ની ટીમ દ્વારા પણ મોનીટરીંગ કરવામાં આવ્યું આજે સરકારશ્રીનો બાળકો ને આંગણવાડી પ્રત્યે રુચિ પેદા થાય બાળક હસતું હસતું આંગણવાડી માં આવે તેમજ પાયા નું શિક્ષણ સારી રીતે પૂર્ણ કરે તે ઉમદા હેતુ સિદ્ધ થયો છે તે માટે ગુજરાત સરકાર નો ખુબ ખુબ આભાર માન્યો હતો.









