એરાલ ગામના સરપંચ દ્વારા આયોજીત એરાલ પ્રી.લીંગ ની ફાઇનલ મેચમાં સીએસકે ઇલેવન ટીમનું રોમાંચક વિજય

તારીખ ૨૯/૧૨/૨૦૨૪
સાજીદ વાઘેલા કાલોલ
કાલોલ તાલુકાના એરાલ ગામના સરપંચ જયદીપસિંહ દ્વારા આયોજીત એરાલ પ્રીમિયમ લીંગ ( APL) સીઝન માં એરાલ પંચાયતમાં આવતા ખેલાડીઓએ રજીસ્ટ્રેશન કરાવ્યું હતું જેમાં ૧૬ ટીમ બની તેમાંથી આજરોજ સનાતન ઇલેવન,કેકે આર ઇલેવન,ચિલ્લર પાર્ટી ઇલેવન અને સીએસકે ઇલેવન વચ્ચે સેમીફાઇનલ મેચ યોજાઈ હતી.જેમાં અંતમાં કેકેઆર અને સીએસકે વચ્ચે ફાઇનલ મેચ યોજાઈ હતી તેમાં રસ્સાકસી મુકાબલામાં અંતે સીએસકે ટીમનો રોમાંચક વિજય થયો હતો જેમાં ઉપસ્થિત આમંત્રિત મહેમાનોમાં એરાલ સ્ટેટના હેરી બાપુ,કાલોલ યુવા મોરચા ટીમના સભ્યો સાથે નવનિયુક્ત કાલોલ તાલુકા ભાજપ પ્રમુખ મહીદીપસિંહ ગોહિલ,પલાસા ગામના સરપંચ જયેશભાઈ,બચકા ગામના સરપંચ રિન્કેશભાઈ ના હસ્તે ટ્રોફીઓનું વિતરણ કરવામાં આવ્યું હતું અને દરેક કેપ્ટન મિત્રોએ તથા દરેક ખેલાડીએ એરાલ ગામના યુવા ઉત્સાહી અને હરહંમેશ દરેકને મદદ કરવા માટે તત્પર રહે એવા જયદીપસિંહનો આભાર માન્યો હતો.







