BANASKANTHAGUJARATPALANPUR
સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા, રબારણ,તા -અમીરગઢ માં શુભેચ્છા કાર્યક્રમ યોજાયો
22 ફેબ્રુઆરી જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા
સરકારી હાઈસ્કૂલમાં ધોરણ 10 માં અભ્યાસ કરતા વિદ્યાર્થી ઓ માટે શુભેચ્છા કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું. કાર્યક્રમની શરૂઆત મુખ્ય મહેમાનશ્રીએ દિવ્ય પ્રાગટ્યથી કરી. ત્યારબાદ આચાર્યશ્રી, શિક્ષક ગણ, મુખ્ય મહેમાનશ્રીએ શુભેચ્છાઓ પાઠવી. વિદ્યાર્થીઓ દ્વારા પણ શાળા અને શિક્ષકો પ્રત્યે લાગણી વ્યક્ત કરવામાં આવી. ત્યારબાદ શાળામાં વર્ષ દરમિયાન વિવિધ સ્પર્ધાઓમાં શ્રેષ્ઠ પ્રદાન કરનાર વિદ્યાર્થીઓને ઇનામ વિતરણ કરી પ્રોત્સાહિત કર્યા.આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન પ્રહલાદભાઈ જોશી , આચાર્યશ્રી ડો. ગજેન્દ્રસિંહ વાઘેલા સ્ટાફગણ તેમજ સેવક અને ચોકીદાર અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહી કાર્યક્રમ સફળ બનાવ્યો. કાર્યક્રમને અંતે દાતાશ્રીઓ તરફથી ભોજનની સુંદર વ્યવસ્થા કરવામાં આવી હતી.