GUJARATKALOL(Panchamahal)PANCHMAHAL

કાલોલ મહાલક્ષ્મી ચોક ખાતે નવરાત્રીના પ્રથમ દિવસે ધારાસભ્યના આગમન પૂર્વે ગરબા શરૂ થતા અગાઉ આધેડ વયના ઈસમને હૃદયરોગનો હુમલો.

 

તારીખ ૨૩/૦૯/૨૦૨૫

સાજીદ વાઘેલા કાલોલ 

સોમવારે પવિત્ર નવરાત્રીનો પહેલો દિવસ હોય કાલોલ ખાતે મહાલક્ષ્મી ચોકમાં ભવ્ય શુભારંભની ઘડીઓ ગણાતી હતી અને કાલોલ ના ધારાસભ્ય ફતેસિંહ ચૌહાણ ગરબા પ્રારંભ કરતા પૂર્વે માતાજીની આરતી ઉતારવા માટે આવનાર હતા તે સમયે મહાલક્ષ્મી ચોક ખાતે મહાલક્ષ્મી મંદિર ની સામે આવેલ એક દુકાન ઉપર બેઠેલા દીપકભાઈ જશવંતભાઈ શાહ નામના 64 વર્ષીય ઈસમને અચાનક દુખાવો થતાં ઢળી પડ્યા હતા. તેઓને ખાનગી વાહનમાં કલોલ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા હતા જ્યાં ફરજ પરના તબીબો તેઓને મૃત જાહેર કરવામાં આવ્યા હતા ઘટનાને પગલે મહાલક્ષ્મી ચોક ખાતે પ્રથમ દિવસે ગરબા ટૂંકાવી નાખવામાં આવ્યા હતા. સમગ્ર ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા ઉપર વાયરલ થયો છે. બીજા દિવસે મંગળવારે મૃતક દીપકભાઈની સ્મશાન યાત્રા તેઓના ઘરેથી નીકળી હતી જેમા મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા માતાજીના નોરતાના પ્રથમ દિવસે જ સંપુર્ણ સ્વસ્થ એવા દિપકભાઈ ને અચાનક છાતીમાં દુખાવા બાદ મોત થતા તેઓના કુટુંબીજનો અને પરિવારજનો મા આઘાતની લાગણી પ્રસરી ગઈ છે.

Back to top button
error: Content is protected !!