GUJARATKALOL(Panchamahal)PANCHMAHAL

કાલોલના ઉતરેડિયા ગામે નીલગીરીના વૃક્ષોનું કટીંગ કરી વેચી દેનાર સામે મામલતદાર અને પોલીસ સહિત ઉચ્ચ કક્ષાએ રજૂઆત.

 

તારીખ ૧૩/૧૧/૨૦૨૫

સાજીદ વાઘેલા કાલોલ

કાલોલ તાલુકાના ઉતરેડીયા ગામે સર્વે નંબર 169 ની જમીનના માલિક મણીબેન મંગળભાઈ પ્રણામી ની માલિકીની જમીનમાં વર્ષ 2023 માં 12,500 /જેટલા નીલગીરીના રોપાનું વાવેતર કરવામાં આવ્યું હતુ અને આ સમયે ગામના દિનેશભાઈ ગણપતભાઈ બારીયા નામના ઇસમને આ રોપાઓની સાચવણી અને જાળવણી માટે યોગ્ય વળતરની શરતે જાળવણી માટે રાખેલા હતા ગત તા ૦૫/૧૧/૨૦૨૫ ના રોજ દિનેશભાઈ બારીયા અને તેઓના મળતીયા ઈસમો દ્વારા જમીન માલિકોની કોઈપણ પ્રકારની મંજૂરી કે જાણકારી વગર અડધા લીલાછમ નીલગીરીના વૃક્ષોનું કટીંગ કરાવી કાપી નાખી, કોઈપણ સક્ષમ અધિકારીની પૂર્વ મંજૂરી લીધા વગર બારોબાર અન્ય ઈસમોને વેચી દીધા આ બાબતની જાણ જમીન માલિકના પુત્ર ભરતકુમાર પ્રણામી ને થતા તેઓ સ્થળ ઉપર આવ્યા હતા અને ત્યારબાદ કાલોલ પોલીસ મથક તેમજ કાલોલ મામલતદાર અને ગોધરા પ્રાંત અધિકારી સહિત ફોરેસ્ટ વિભાગને લેખિતમાં જાણ કરી દિનેશભાઈ બારીયા તથા મળતીયાઓ સામે નીલગીરી ના વૃક્ષો ની ચોરી બાબતે કાયદા મુજબની કાર્યવાહી કરવા માંગ કરી છે.

Back to top button
error: Content is protected !!