
વાત્સલ્યમ્ સમાચાર.
રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – માંડવી કચ્છ.
માંડવી,તા-21 એપ્રિલ : ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી ગુજરાત રાજ્ય શાખાના ચેરમેનશ્રી અજયભાઈ પટેલના સહયોગથી ગુજરાતમાં રેડક્રોસ શાખાઓ દ્વારા જલધારા પ્રોજેક્ટ અંતર્ગત ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી કચ્છ જિલ્લા શાખા દ્વારા રવિવારના રોજ ચેરમેન શ્રી ધવલભાઈ આચાર્યના માર્ગદર્શન હેઠળ ઉનાળાની કાળજાળ ગરમીમાં રાહદારીઓ માટે જલધારા પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું. જેમાં લોકોને શીતળ પાણી મળી રહે એની વ્યવસ્થા કરવામાં આવી છે. આ પ્રસંગે ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી કચ્છ જિલ્લા શાખાના વાઇસ ચેરમેનશ્રી વિમલભાઈ મહેતા, સેક્રેટરીશ્રી મીરાબેન સાવલિયા, રેડક્રોસના વોલીન્ટીયર અને ગ્રામજનો હાજર રહ્યા હતા. જલધારા પ્રોજેકટના માધ્યમથી કચ્છમાં બહોળી સંખ્યામાં લોકો શીતળ જળનો લાભ લઈ રહ્યા છે.





