જેમસી કનેક્ટની જેમ માધ્યમોને લગત માહિતીઓ ઉપરાત વહીવટી જવાબદારીઓ પણ ઘણી

જામનગર કોર્પોરેશનની જનસંપર્ક શાખામાં પીઆરઓની નિમણૂક
જામનગર (ભરત ભોગાયતા)
સરકારની કામગીરીનો પ્રચાર પ્રસાર એ ખુબજ આવડત અને ઊંડી સમજણની કસોટી કરતું કાર્યક્ષેત્ર છે. રાજ્ય સરકારના મુખ્ય મથકથી મંદી જિલ્લાઓમાં સરકારનું ઇન્ફર્મેશન ડિપાર્ટમેન્ટ કાર્યરત છે અને માધ્યમોને અવિરત માહિતીઓ પહોંચાડતું રહે છે. ઉપરાત યુનિવર્સિટી , સ્થાનિક સ્વરાજ્ય , આર્થિક ક્ષેત્રો , વગેરેમાં સ્વતંત્ર કામગીરીઓ ઘણી થતી હોય તેમજ લોકોને માહિતી લેવા જવાની જરૂર પડતી હોય છે તે માટે આવી જગ્યાઓએ અલગથી જનસંપર્ક વિભાગ કાર્યરત છે તેવી જ રીતે જામનગર કોર્પોરેશનમાં કાર્યરત આ વિભાગમાં તાજેતરમાં જનસંપર્ક અધિકારી તરીકે જાસ્મીન જમનભાઈ મારુની નિમણૂક થઈ છે છેલ્લા અમુક સમયથી આ પોસ્ટ નો ચાર્જ મિલકત વેરા શાખાના ઓ.એસ. ધર્મેન્દ્ર જેઠવાએ ખૂબી પૂર્વક સાંભળ્યો હતો અને કોઇપણ ફરિયાદ કે વિવાદ વગરનો તેમનો ચાર્જનો સમયગાળો રહ્યો છે. અખબારી યાદી ઓ, મીડિયા ટ્રેકિંગ, જાહેરાતો,વિભાગો સાથે સંકલન,બિલિંગ,ઉપરાત જન સુવિધા નું આ મુખ્ય કેન્દ્ર તેમજ કાર્યક્રમોના આયોજન સહિતની ઘણી જવાબદારીઓ આ શાખા ઉપર છે.
આ શાખામાં જામનગર માં જ સ્કૂલિંગ કરનાર અને બાદમાં વલ્લભ વિદ્યાનગરની કોલેજમાંથી પત્રકારત્વની ડિગ્રી મેળવનાર જાસ્મીન મારું હવે રેગ્યુલર પીઆરઓ તરીકે નિમણૂક પામ્યા છે.તેઓ મહાપાલિકાની કામગીરીઓની અખબારી યાદીઓ સાથે પ્રચાર પ્રસાર વગેરે કામગીરી નિષ્ઠા થી જવાબદારીઓમાં વણી લેવા કટિબધ્ધ છે ,તેવું વાતચીત ઉપરથી તારણ નીકળે છે

માત્ર પત્રકારત્વ અલગ વિષય છે અને કોર્પોરેશનના જનસંપર્ક અધિકારી તરીકે વહીવટી બાબતો પણ હાથ ધરવાની થાય છે તે અંગે પણ જાસ્મીન મારું પૂરી સજ્જતા કેળવી રહ્યા છે
સરકારી નોકરીઓમાં કાયમી નોકરી પહેલા અજમાયશી ગાળો પણ હોય છે તેવી રીતે તેમનો એ ગાળો ત્રણ વર્ષનો રહેશે તેમ જાણવા મળ્યું છે. વાત્સલ્યમ સમાચાર ફેમિલી તેઓને શુભેચ્છાઓ પાઠવે છે.
__________________
રીગાર્ડ્સ
ભરત જી.ભોગાયતા
પત્રકાર (government Accredate)
B.sc.,ll.b.,DNY(GAU), Journalism (hindi)
8758659878
Bhogayatabharat@gmail.com



