BANASKANTHAGUJARATPALANPUR
આદર્શ વિદ્યાલય, વિસનગર ખાતે રાષ્ટ્રીય સેવા યોજના (NSS) ના ઉપક્રમે ‘મેઝિક શૉ’ યોજાયો

29 જુલાઈ જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા
આદર્શ વિદ્યાલય, વિસનગર ખાતે રાષ્ટ્રીય સેવા યોજના (NSS) ના ઉપક્રમે ‘મેઝિક શૉ’ યોજાયો. આદર્શ વિદ્યાલય, વિસનગર ખાતે રાષ્ટ્રીય સેવા યોજના (NSS) ના ઉપક્રમે ‘મેઝિક શૉ’ યોજાયો હતો. જેમાં અંધશ્રદ્ધાઓ તેમજ ગેરમાન્યતાઓ દૂર થાય અને બાળકોમાં વૈજ્ઞાનિક દષ્ટિકોણ કેળવાય તથા સમજદારી, ચપળતા જેવા ગુણોનો વિકાસ થાય તે પ્રકારના પ્રયોગ જાદુગર અલ્પાબેન રાજગુરુ તથા તેમની ટીમ દ્વારા રજૂ કરવામા આવ્યા. બાળકોએ આ ‘મેઝિક શૉ’ નો ઉત્સાહભેર આનંદ માણ્યો હતો.





