CHUDAGUJARATLIMBADISURENDRANAGAR
ચુડાના કોરડા ગામની સીમના કાચા માર્ગેથી એક શખ્સને દેશી હાથ બનાવટની પીસ્ટલ સાથે ઝડપી લીધો
તા.11/11/2024/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર
સુરેન્દ્રનગર જીલ્લાનાં ચુડા પોલીસ સ્ટેશનના એચ.એચ. જાડેજા તથા સ્ટાફના માણસો પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન એચ. એચ. જાડેજા તથા આર.જે. મીઠાપરાના ઓને સંયુક્ત બાતમી મળેલ કે કોરડા ગામે રહેતા છનાભાઇ વશરામ સાલસરા પોતાની પાસે ગેરકાયદેસર હથિયાર રાખે છે અને હાલમાં તે કોરડા ગામની સીમમાં આવેલ લાંબીધાર તરીકે ઓળખાતી સીમમાં કાચા માર્ગે ઉભેલ છે વિગેરે મતલબની બાતમી હકિકત આધારે સદરહુ હકિકતવાળી જગ્યાએ રેડ કરતા એક ઇસમ નામે છનાભાઇ વશરામ સાલસરા રહે કોરડા ચુડા સુરેન્દ્રનગરને દેશી હાથ બનાવટની પીસ્ટલ નં.1, કિ.રૂ.10,000 સાથે પકડી પાડી ચુડા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરેલ છે.