ધ્રાંગધ્રા સીટી પોલીસ સ્ટેશન ખાતે DYSP ની અધ્યક્ષમાં તહેવારો નિમિત્તે શાંતિ સમિતિની મીટીંગ યોજાઈ
આ મીટીંગમા હિન્દુ-મુસ્લિમ સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા
તા.02/04/2025/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર
સુરેન્દ્રનગર જીલ્લાના ધ્રાંગધ્રા સીટી પોલીસ સ્ટેશન ખાતે ડીવાયએસપી જે ડી પુરોહિતની અધ્યક્ષમાં આવનારા તહેવારો રામ નવમી શોભાયાત્રાને લઈને સર્વ સમાજની શાંતિ સમિતિની મીટીંગ યોજવામાં આવી હતી જેમાં શોભાયાત્રાના આયોજકોને વિવિધ મુદ્દાઓને લઈને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું અને મોટી સંખ્યામાં સમાજના આગેવાનો હાજર રહ્યા હતા સુરેન્દ્રનગર જીલ્લાના ધ્રાગધા શહેર સીટી પોલીસ સ્ટેશન ખાતે આવનારા રામનવમીના તહેવારને લઈને શાંતિ સમિતિની મીટીંગ યોજાઇ હતી જેમાં ધાંગધ્રા શહેરમાં વિશ્વ હિન્દુ પરિષદ અને રામ બોલ મંદિર દ્વારા ધાંગધ્રા શહેરમાં બે અલગ અલગ રામ નવમીની શોભાયાત્રા કાઢવામાં આવે છે જેમાં રામનવમીની રથયાત્રા નિમિત્તે ધાંગધ્રા સીટી પોલીસ સ્ટેશન ખાતે નાયબ પોલીસ અધ્યક્ષ જે ડી પુરોહિત તથા ઇન્ચાર્જ પીઆઇ એ કે વાધેલા, પીએસઆઇ વી એસ વાધેલાની અધ્યક્ષતામાં શાંતિ સમિતિની મીટીંગ યોજાઇ હતી આ મિટિંગમાં શોભાયાત્રાને લઈને વિવિધ મુદ્દાઓને લઈને સૂચનાઓ આપવામાં આવી હતી ત્યારે ધાંગધ્રા શહેરના ભારતીય જનતા પાર્ટીના શહેર પ્રમુખ, નગરપાલિકા પ્રમુખ કુલદીપ સિંહ ઝાલા, હિન્દુ સમાજના આગેવાન અનિલભાઈ રાવલ, હિતેશભાઈ ચૌહાણ, મહેશભાઈ મકવાણા, સંગઠન પ્રમુખ પત્રકાર સંગઠન પ્રમુખ હેમાબેન સિંગલ, સુધરાઈ સભ્ય ઈમ્તિયાઝભાઈ સૈયદ, સામાજિક કાર્યકરો મુસ્લિમ સમાજના આગેવાનો મહેબુબભાઇ જુણેજા, હુસેનભાઇ મંડલી, યુનુસભાઇ વકીલ સહીત સમાજના આગેવાનો લોકો ઉપસ્થિત રહ્યા હતા.