AHAVADANGGUJARAT

આહવા તાલુકા નેચરલ ફાર્મ પ્રોડક્ટ પ્રોડ્યુસર કંપની લીમીટેડની બોર્ડ ઓફ ડાયરેક્ટર્સની બેઠક યોજાઈ

વાત્સલ્યમ સમાચાર

    મદન વૈષ્ણવ

ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક અને સંસ્થાના પ્રમુખ વિજયભાઈ પટેલ અધ્યક્ષ સ્થાને તાં ૧૦ જુલાઈ ૨૦૨૬ ના રોજ આહવા ખાતે  FPO ઓફીસ/વેચાણ કેન્દ્ર ખાતે એક મહત્વની બેઠક યોજાઈ હતી.

આ બેઠકમાં  ‘આહવા તાલુકા નેચરલ ફાર્મ પ્રોડક્ટ પ્રોડ્યુસર કંપની લીમીટેડ’ અંગે ના મહત્વના નિર્ણયો તેમજ એજન્ડા અંગે ચર્ચા કરવામાં આવી હતી જેમાં આગામી બિઝનેસ પ્લાનની વિસ્તૃત સમીક્ષા, સંસ્થાના તમામ બાકી પેમેન્ટોની સત્વરે ચુકવણી, આહવા અને સાપુતારા વેચાણ કેન્દ્રો માટે ઓર્ગેનિક ઉત્પાદનોનો નવો સ્ટોક લાવવો, નાણાકીય વ્યવહારો સરળ બનાવવા ઈન્ટરનેટ બેન્કિંગ સુવિધા શરૂ કરવી તેમજ આગામી વાર્ષિક સાધારણ સભાનો સમય અને રૂપરેખા નક્કી કરવાના મુદ્દે ચર્ચા કરવામાં આવી હતી.

આ બેઠકમાં સંસ્થાના CEO આકાશભાઈ આહિર સહિતના તમામ સભ્યો ઉપસ્થિત રહ્યાં હતાં.

Back to top button
error: Content is protected !!