ચોટીલા પ્રાંત અધિકારીની કચેરી ખાતે સંકલન સહ ફરીયાદ સમિતિની બેઠક યોજાઈ હતી.

તા.09/11/2025/
બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર
સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા નાયબ કલેક્ટર એચ. ટી. મકવાણાના અધ્યક્ષ સ્થાને ચોટીલા અને થાનગઢ તાલુકાની સંકલન સહ ફરિયાદ સમિતિની બેઠક યોજાઈ હતી તેમજ ચોટીલા, મુળી, થાનગઢ તાલુકાની ઇ-ઘરા અમલીકરણ સમિતીની બેઠક તેમજ એ.ટી.વી.ટી. કાર્યવાહક સમિતીની બેઠકનું આયોજન કરવામાં આવ્યુ હતું ચોટીલા અને થાનગઢ તાલુકાની સંકલન સહ ફરિયાદ સમિતિની બેઠક યોજવામાં આવી હતી તેમજ ચોટીલા, થાનગઢ તાલુકાની ઇ-ઘરા અમલીકરણ સમિતીની બેઠક તેમજ એ.ટી.વી.ટી. કાર્યવાહક સમિતીની બેઠકનું આયોજન કરવામાં આવ્યુવ હતું જેમાં તાલુકાની સંકલન સહ ફરિયાદ સમિતિની બેઠકમાં ભાગ ૧ ના એકથી નવ પત્રકોની તેમજ ભાગ ૨ માં મેવાસા, સુખ૫ર ગામે શાળાના બાળકોને બસની સગવડ ન હોય આ બાબતે સુવિઘા પુરી પાડવા અંગેનો, ઢોકળવા ગામે સીમ શાળામાં જવાનો રસ્તો ખુબ જ ખરાબ હોય તે અંગેનો, ડો.આંબેડકર આવાસ યોજના હેઠળ મકાન સહાય મંજુર થયેલ હોય જે અંગે બાકીની રકમ ચુકવવા અંગેનો, ચોટીલાથી જસદણ જતા હાઇવે ઉ૫ર ચોબારીથી ૫રબડી વચ્ચે રોડની સાઇડથી એકદમ નજીક મોટા ખાડાઓ હોય જેનાથી અવાર નવાર અકસ્માત થાય છે તે અંગેનો, ઘણા ગામોમાં સ્મશાનની જગ્યા ઉ૫ર બિનઅઘિકૃત દબાણો થયેલા હોય તે દુર કરવા બાબતેનો, જર્જરીત પાણીની ટાંકીઓ તોડવા અંગેનો, ઘારૈઇ ગામે નદી ઉ૫ર બનાવવામાં આવેલ પુલ ઉ૫ર બંને બાજુ રેલીંગ કરવા અંગેનો પ્રશ્નોની ચર્ચા કરવામાં આવી હતી આ બેઠકમાં ધારાસભ્ય શામજીભાઇ ચૌહાણ, મામલતદાર થાનગઢ, ચોટીલા, પોલીસ ઇન્સ્પેક્ટર થાનગઢ, ચોટીલા, તાલુકા વિકાસ અધિકારી થાનગઢ, ચોટીલા, ચીફ ઓફીસર ચોટીલા તથા થાનગઢ નગરપાલીકા, નાયબ કાર્યપાલક ઇજનેર પાણી પુરવઠા થાનગઢ, ચોટીલા, નાયક કાર્યપાલક ઇજનેર પીજીવીસીએલ થાનગઢ, ચોટીલા, તાલુકા હેલ્થ ઓફિસર થાનગઢ, ચોટીલા, રેન્જ ફોરેસ્ટ અધિકારી થાનગઢ, ચોટીલા, નાયબ કાર્યપાલક ઇજનેર ઝેટકો થાનગઢ, ચોટીલા, નાયક કાર્યપાલક ઇજનેર માર્ગ અને મકાન (પંચાયત) થાનગઢ, ચોટીલા, નાયબ કાર્યપાલક ઇજનેર માર્ગ અને મકાન (સ્ટેટ) થાનગઢ, ચોટીલા, નાયબ કાર્યપાલક ઇજનેર નર્મદા વિભાગ થાનગઢ, ચોટીલા, તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી થાનગઢ, ચોટીલા, ડેપો મેનેજર થાનગઢ, ચોટીલા વગેરે સંકલન તમામ અધિકારીઓ, નાયબ મામલતદાર ઇ-ઘરા, મામલતદાર કચેરી ચોટીલા, નાયબ મામલતદાર ઇ-ઘરા, મામલતદાર કચેરી, થાનગઢ સહિતના અધિકારીઓ હાજર થયા હતા.




