સુરેન્દ્રનગર ખાતે જિલ્લા કલેકટરના અધ્યક્ષસ્થાને જિલ્લા ફરિયાદ અને સંકલન સમિતિની બેઠક યોજાઈ
તા.20/09/2025/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર
સુરેન્દ્રનગર ખાતે જિલ્લા કલેકટર રાજેન્દ્રકુમાર પટેલના અધ્યક્ષસ્થાને જિલ્લા ફરિયાદ અને સંકલન સમિતિની બેઠક કલેકટર કચેરી સભાખંડ ખાતે મળી હતી આ બેઠકમાં ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોરાએ ઉપસ્થિત અધિકારીઓ કર્મચારીઓને ઉદ્ગીથ પ્રાણાયામ કરાવ્યા હતા બાદમાં તેમણે વિકસિત ગુજરાત@૨૦૪૭નું પ્રેઝન્ટેશન રજુ કર્યું હતું જેને સર્વેએ રસપૂર્વક નિહાળ્યું હતું બાદમાં નર્મદા વિભાગનાં અધિકારીએ નર્મદા વિભાગની કામગીરી, જિલ્લામાં કેનાલ નેટવર્ક, પમ્પિંગ સ્ટેશનો સહિતની મહત્વની વિગતો સાથે વિસ્તૃત પ્રેઝન્ટેશન રજુ કર્યું હતું જેણે ઉપસ્થિત સૌને નર્મદા વિભાગની કામગીરીની ઊંડી સમજ આપી હતી જિલ્લા કલેકટર રાજેન્દ્રકુમાર પટેલે બેઠકમાં ઉપસ્થિત તમામ અધિકારીઓને લોકોની રજુઆતો અને ફરિયાદોનો તાત્કાલિક નિકાલ કરવા સુચના આપી હતી વધુમાં તેમણે, પ્રો એક્ટીવ અભિગમ અપનાવીને કામગીરી કરવા અને લોકોને કોઈપણ પ્રકારની અસુવિધા ન થાય તેનું ધ્યાન રાખવા ભારપૂર્વક જણાવ્યું હતું આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી કે.એસ.યાજ્ઞિક, જિલ્લા પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલું, નિવાસી અધિક કલેકટર આર. કે. ઓઝા, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી નિયામક આર. એમ. જાલંધરા, સર્વે પ્રાંત અધિકારીઓ, સર્વે મામલતદારઓ, સર્વે તાલુકા વિકાસ અધિકારીઓ સહિત જિલ્લાનાં સંબધિત વિવિધ વિભાગોના વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.