વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
વાંસદા તાલુકાના વાંસદા ખાતે હિન્દુ સંગઠન હનુમાન ચાલીસા પરિવાર દ્વારા શ્રાવણ મહિનાના પ્રથમ શનિવારે ૧૧૭ મો સાપ્તાહિક હનુમાન ચાલીસા પાઠ પૂર્ણ શ્રદ્ધા અને ભક્તિભાવ સાથે શ્રી જલારામ મંદિર, અન્નપૂર્ણા હોલ ખાતે યોજાયો હતો. આ પાવન કાર્યક્રમમાં મોટી સંખ્યામાં સનાતન ધર્મના ભાઈઓ અને બહેનો ઉપસ્થિત રહી ભક્તિભાવથી પાઠમાં ભાગ લીધો અને સમૂહિક પ્રાર્થનાથી વાતાવરણ ધાર્મિક બન્યું. હિન્દુ સંગઠન હંમેશા ધર્મ, સંસ્કૃતિ અને એકતાના સંદેશ સાથે આવા ભાવાત્મક અને આધ્યાત્મિક કાર્યક્રમોનું આયોજન કરી ધાર્મિક જાગૃતિ ફેલાવવાનું કાર્ય કરે છે. શ્રાવણ મહિનો હોવાથી પરિવાર દ્વારા ગાવા માં આવેલા શંકર ભગવાન ના ભજનો થી આખો હોલ શિવમય થઈ ગયો હતો. અંતે હનુમાન ચાલીસા ના આયોજકો એ શ્રી જલારામ હોલ આપવા બદલ જલારામ મંદિર ના ટ્રસ્ટી મંડળ નો આભાર વ્યક્ત કર્યો હતો