વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ- ડાંગ
ડાંગ જિલ્લાનાં સુબીર તાલુકાના શિંગાણા જામન્યામાળ ગામનાં રહીશ અવસ્યાભાઈ શુકર્યાભાઇ પવાર (ઉ. વ.56) જેઓ આજરોજ બુરથડી ગામનાં ચેકડેમને ઓંળગવા જતા તેનો ચેકડેમ પરથી પગ લપસી જતા નીચે પડી પાણીનાં પ્રવાહમાં તણાઈ ગયા હતા.જેની જાણ સુબિર તાલુકા વિકાસ અધિકારી એમ.બી.હાથીવાલા સહીત પોલીસની ટીમને થતા ઘટના સ્થળે દોડી ગયા હતા.અને વહીવટી તંત્રની ટીમ તથા ગ્રામજનો દ્વારા તેની શોધખોળ હાથ ધરવામાં આવી હતી.ત્યારે મોડી સાંજે તણાઈ ગયેલ આધેડની લાશ મળી આવી હતી.હાલમાં આ મોતને લઈને સુબીર પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.તેમજ લાશને પીએમ માટે નજીકના દવાખાને મોકલી આપવામાં આવેલ છે..