પાટણ ખાતે નવનિર્માણ પામનાર પ્રજાપતિ સમાજની છાત્રાલય ખાતે નવીન બોરનું ખાતમુહૂર્ત કરાયું..
શ્રી ઉત્તર ગુજરાત પ્રજાપતિ કેળવણી મંડળ પાટણ દ્વારા પ્રજાપતિ સમાજના વિધાર્થી- વિધાર્થીનીઓ માટે

પાટણ ખાતે નવનિર્માણ પામનાર પ્રજાપતિ સમાજની છાત્રાલય ખાતે નવીન બોરનું ખાતમુહૂર્ત કરાયું..
————————————–
પાણીના બોરના દાતા પરિવાર સાથે સમિતિના સભ્યો અને દાતાઓ ઉપસ્થિત રહ્યા..
————————————–
શ્રી ઉત્તર ગુજરાત પ્રજાપતિ કેળવણી મંડળ પાટણ દ્વારા પ્રજાપતિ સમાજના વિધાર્થી- વિધાર્થીનીઓ માટે અધતન સુવિધાઓ સાથે આકાર પામનાર શેઠશ્રી હીરાભાઈ ધનાભાઈ પ્રજાપતિ કુમાર /કન્યા છાત્રાલય ના કાર્યમાં સમાજના દાતા પરિવાર દ્વારા દાનની સરવાણી વહાવવામા આવી રહી છે ત્યારે ૧૧ મી જૂન ૨૦૨૬ ને ગુરૂવાર ના રોજ નવ નિર્માણ પામનાર છાત્રાલય ખાતે પાણી ના બોર માટે ઉદાર હાથે સખાવત અર્પણ કરનાર દાતા પરિવારના પ્રકાશભાઈ એસ. પ્રજાપતિ (કામધેનુ મારબલ પાટણ)ના વરદ હસ્તે દેવેન્દ્રભાઈ શાસ્ત્રીના મુખારવિંદે શાસ્ત્રોક્ત વિધિ વિધાનથી મંત્રોચ્ચાર સાથે નવીન બોરનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.ત્યારે શ્રી ઉત્તર ગુજરાત કેળવણી મંડળ ના પ્રમુખ શાંતિભાઈ પ્રજાપતિ,મંત્રી રઘુભાઈ પ્રજાપતિ સહિત ભૂમિ દાતા પરિવાર ના સભ્યો સાથે સંસ્થાના સંચાલન સમિતિ ના સભ્યો અને દાતાશ્રીઓ હાજર રહ્યા હતા.દાતા નું બાંધકામ સમિતિ ના દલસુખભાઈ જે. પ્રજાપતિ સહીત મંડળ દ્વારા ફુલહાર પહેરાવી શાલ ઓઢાડી સન્માન કર્યું હતું.
નટવર કે.પ્રજાપતિ,થરા
મો. 99795 21530




