DANGGUJARAT

ડાંગ જિલ્લામાં ચૂંટણીને લગતા પ્રચાર સાહિત્યના છાપકામ અને પ્રસિધ્ધિ અંગે જાહેરનામું જારી કરાયું.

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-ડાંગ

લોકસભાની સામાન્ય ચૂંટણી, ર૦૨૪ની જાહેરાત થતાં જ તા.૧૬/૩/૨૦૨૪ થી આદર્શ આચાર સંહિતા અમલમાં આવી છે. ડાંગ જિલ્લામાં ૨૬-લોકસભા સંસદીય બેઠક માટેનું મતદાન તા.૭/૫/ર૦૨૪ ના રોજ યોજાનાર છે.

લોક પ્રતિનીધિત્વ ધારો, ૧૯૫૧ ની કલમ ૧૨૭-ક ની જોગવાઇ મુજબ કોઇ પણ વ્યક્તિ પ્રકાશકનું નામ, મુદ્રકનું નામ તેમજ સરનામું લખેલ ન હોય, તેવા કોઇ પણ ચૂંટણીને લગતા ચોપાનીયા, ભીંતપત્રો છાપી કે પ્રસિઘ્ઘ કરી શકશે નહીં.

ડાંગ જિલ્લા અઘિક જિલ્લા મેજીસ્ટ્રેટ શ્રી બી.બી.ચૌઘરી દ્વારા ફોજદારી કાર્યરીતી અધિનિયમ-૧૯૭૩ ની કલમ-૧૪૪ થી ઉપલબ્ધ જોગવાઈઓ અન્વયે આ અંગેના પ્રતિબંધો ફરમાવ્યા છે.

(૧) કોઇ પણ વ્યકિત કે સંસ્થા જેના પર તેના મુદ્રક અને પ્રકાશકના નામ અને સરનામા ન હોય, એવા ચૂંટણીને લગતા ચોંપાનીયા, ભીંતપત્રો છાપી કે પ્રસિઘ્ઘ કરી શકશે નહીં. અથવા છપાવી કે પ્રસિઘ્ઘ કરાવી શકશે નહીં,

(૨) કોઇ પણ વ્યકિત કે સંસ્થા સદરહું ચૂંટણીને લગતા કોઇ પણ ચોપાનીયા, ભીંતપત્રો પ્રિન્ટ કરતા પહેલા, પ્રકાશક પાસેથી તેની સહીવાળા, અને તેને અંગત રીતે ઓળખતી હોય, તેવી બે વ્યકિતઓની સાક્ષીની સહી કરેલ પ્રકાશકની ઓળખ અંગેના એકરારની બે નકલ મેળવી, ત્યાર બાદ જ આવા ચૂંટણી સાહિત્ય છાપવાના રહેશે, અને પ્રિન્ટીંગ કરેલ સાહિત્ય ઉપર મુદ્રક તથા પ્રકાશકના પુરેપુરા નામ, સરનામા, ફોન તથા મોબાઇલ નંબર દર્શાવવાના રહેશે તેમજ પ્રિન્ટ કરવામાં આવેલ નકલોની સંખ્યા દર્શાવવાની રહેશે. હાથે નકલો કરવા સિવાય લખાણની વઘુ નકલો કાઢવાની કોઇ પણ પ્રક્રિયા મુદ્રણ ગણાશે, અને મુદ્રકનો અર્થ તે પ્રમાણે થશે,

(૩) મુદ્રક એ પ્રિન્ટ કરવામાં આવેલ તમામ સાહિત્યની ચાર નકલો તથા પ્રકાશક પાસેથી મેળવેલ એકરારનામાં ‘’એપેન્ડીક્ષ-એ’’ અને ‘’એપેન્ડીક્ષ-બી’’ ની એક-એક નકલ, છાપકામ કર્યાના ત્રણ દિવસની અંદર સંબંધિત ચૂંટણી અઘિકારીશ્રી/મદદનીશ ચૂંટણી અઘિકારીશ્રીને રજુ કરવાની રહેશે

આ જાહેરનામાના કોઈ પણ ખંડનો ભંગ અથવા ઉલ્લંઘન કરનારને ઇન્ડિયન પીનલ કોડ-૧૮૬૦ની કલમ-૧૮૮ મુજબની શિક્ષાને પાત્ર ઠરશે. ડાંગ જિલ્લામાં ફરજ બજાવતાં પોલીસ સબ ઇન્સપેક્ટર કે તેનાથી ઉપરનો હોદ્દો ધરાવનાર તમામ પોલીસ અઘિકારીશ્રીઓને આ જાહેરનામાનો ભંગ કરનાર ઇસમો વિરૂઘ્ઘ ફરીયાદ કરવા માટે અઘિકૃત કરવામાં આવેલ છે.

આ જાહેરનામું તારીખ ૧૬/૩/૨૦૨૪ થી તારીખ ૧૪/૫/૨૦૨૪ના સમય ૨૪.૦૦ કલાક સુધી અમલમાં રહેશે.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!