અહેવાલ
અરવલ્લી :હિતેન્દ્ર પટેલ
બેટી બચાવો, બેટી પઢાવો અંતર્ગત એક દિવસીય જાગૃતિ કાર્યક્રમ ઇસરી ગામે યોજાયો
મહિલા અને બાળ વિકાસ વિભાગ ગુજરાત રાજ્ય ગાંધીનગર વિભાગ પ્રેરિત લોક જાગૃતિ માટે બેટી બચાવો બેટી પઢાવો અંતર્ગત અરવલ્લી જિલ્લામાં મેઘરજ તાલુકાના ઇસરી ગામ ખાતે અરવલ્લી વહીવટી તંત્ર દ્વારા સખી વન સ્ટોપ સેન્ટર અરવલ્લી તેમજ જિલ્લા મહિલા અને બાળ અધિકારી ના સંયુક્ત ઉપક્રમે ઇસરી મુકામેં જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો જેમાં ગામની મહિલાઓ સહીત કિશોરીઓ ને મહિલા ને લગતી વિવિધ માહિતી આપી હતી.ઉપરાંત મહિલાઓ ની વિવિધ સમસ્યાઓ ને નિવારવા માર્ગદર્શન આપ્યું હતું ખાસ બેટી બચાવો અંતર્ગત મહિલાઓ ને રક્ષણ કેવી રીતે મળી રહે તે હેતુ થી ખાસ એક દિવસીય જાગૃતિ કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું હતું