BANASKANTHAGUJARATKANKREJ

શ્રી વિ.આર.પટેલ આર્ટ્સ કોલેજ થરા દ્વારા એક દિવસીય શૈક્ષણિક-આધ્યાત્મિક પ્રવાસ યોજાયો.!

વિદ્યાર્થીઓએ ઢટોસણધામ ખાતે શ્રી હનુમાનદાદાના દર્શન કર્યા,શૈક્ષણિક રમતોમાં ઉત્સાહભેર ભાગ લીધો.!

શ્રી વિ.આર.પટેલ આર્ટ્સ કોલેજ થરા દ્વારા એક દિવસીય શૈક્ષણિક-આધ્યાત્મિક પ્રવાસ યોજાયો.!
————————————–
વિદ્યાર્થીઓએ ઢટોસણધામ ખાતે શ્રી હનુમાનદાદાના દર્શન કર્યા,શૈક્ષણિક રમતોમાં ઉત્સાહભેર ભાગ લીધો.!
————————————–
ઓગડ તાલુકાના મુખ્યમથક થરા ખાતે આવેલ શ્રી વિ.આર. પટેલ આર્ટ્સ કોલેજ દ્વારા પ્રમુખ અણદાભાઈ પટેલ ની સૂચના થી પ્રિન્સિપાલ પ્રિયંકાબેન ચૌધરી ના માર્ગદર્શન હેઠળ પ્રો. રોહિતભાઈ રાઠોડ, પ્રો. સુનિલભાઈ પટણી, પ્રો.પાર્વતીબેન પરમાર, પ્રો.પૂજાબેન સોની ના સહિયારા પ્રયાસથી વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ ના ઉદ્દેશ સાથે એક દિવસીય શૈક્ષણિક અને આધ્યાત્મિક પ્રવાસનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું.પ્રવાસ દરમિયાન વિદ્યાર્થીઓએ ઢટોસણધામ શ્રી હનુમાનદાદાના દર્શન કરી આશીર્વાદ મેળવ્યા હતા. આધ્યાત્મિક વાતાવરણ વચ્ચે વિદ્યાર્થીઓએ અલૌકિક અનુભૂતિ કરી ધન્યતા અનુભવી હતી.વિદ્યાર્થીઓ માટે નાસ્તાની સુવ્યવસ્થા કરવામાં આવી હતી.સાથે જ વિદ્યાર્થીઓમાં ટીમભાવના,નેતૃત્વ, સર્જનાત્મકતા અને આત્મ વિશ્વાસનો વિકાસ થાય તે હેતુ થી વિવિધ શૈક્ષણિક રમતો અને જ્ઞાનવર્ધક પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વિદ્યાર્થીઓએ ઉત્સાહ પૂર્વક ભાગ લીધો હતો.સમગ્ર પ્રવાસ વિદ્યાર્થીઓ માટે જ્ઞાન, સંસ્કાર,આનંદ અને આધ્યાત્મિક અનુભૂતિનું સંયોજન સાબિત થયો હતો. આવા કાર્યક્રમો દ્વારા વિદ્યાર્થીઓમાં શિક્ષણની સાથે જીવનમૂલ્યો,સામાજિક જવાબદારી અને સાંસ્કૃતિક જાગૃતિનો વિકાસ થાય છે.
નટવર કે. પ્રજાપતિ,થરા
મો. 99795 21530

Back to top button
error: Content is protected !!