થાનમાં વેપારી પાસે રૂ.15 લાખની ખંડણી માંગી ધમકી આપનાર બે ઈસમો સામે પોલીસ ફરીયાદ નોંધાઇ.

તા.18/07/2024/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર
સુરેન્દ્રનગર જિલ્લાના થાનની સર્વોદય સોસાયટીમાં રહેતા યુવાનના ઘરે બે શખ્સોએ ધસી જઈ મકાન ખાલી કરી દેવાનું કહી માતા પુત્રને મારી નાંખવાની ધમકી આપી હતી આ બન્ને શખ્સોએ રૂપિયા 15 લાખની ખંડણી માંગી હતી જેમાં રૂપિયા 5 લાખ તો યુવાને આપી દીધા હતા બનાવની યુવાનની માતાએ બે શખ્સો સામે થાન પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા ચકચાર મચી ગઈ છે થાન પંથકમાં ખંડણીના અવારનવાર બનાવો સામે આવે છે ખંડણી ખોરોના ત્રાસથી વેપારીઓ અને ઉદ્યોગપતિઓ પરેશાન થઈ ગયા છે ત્યારે વધુ એક બનાવ પોલીસ ચોપડે ચડયો છે મળતી માહિતી મુજબ થાનની સર્વોદય સોસાયટીમાં રહેતા વિજયભાઈ દશરથભાઈ દેસાણીના ઘરે તા. 15મીના રોજ સવારે રામપરડાનો મધુભાઈ અને અન્ય એક અજાણ્યો શખ્સ આવ્યા હતા વિજયભાઈની માતા 65 વર્ષીય મંજુલાબેનને વિજયભાઈ કયાં છે તેમ કહી મારા રૂ.15 લાખ આપી દેજો નહીંતર ઘર ખાલી કરી નાંખજો અને જો ઘર ખાલી નહીં કરો તો માતા પુત્રને જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી આથી મંજુલાબેને વિજયભાઈને આ અંગે પુછતા વિજયભાઈએ જણાવ્યુ કે મધુએ ફોન કરીને કોલસામાં બહુ કમાયા છો રૂ.15 લાખ આપવા પડશે તેમ કહ્યુ હતુ જેમાં વિજયભાઈએ રોકડા રૂ. 4.50 લાખ અને ગુગલ પેથી 50 હજાર આપ્યા હતા તેમ છતાં મધુ 15 લાખની માંગણી કરતો હતો બનાવની થાન પોલીસ મથકે મંજુલાબેન દશરથભાઈ દેસાણીએ મધુ અને અજાણ્યા શખ્સ સામે ફરિયાદ નોંધાવતા વધુ તપાસ પીએસઆઈ એમ ટી ગઢવી ચલાવી રહ્યા છે.




