GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI- મોરબીના ઘુંટુ ગામે રોડનું કામ નબળું થઈ રહ્યું હોવાના આક્ષેપ સાથે ગ્રામજનોએ રોડ ઉપર ચક્કાજામ કર્યો..

MORBI- મોરબીના ઘુંટુ ગામે રોડનું કામ નબળું થઈ રહ્યું હોવાના આક્ષેપ સાથે ગ્રામજનોએ રોડ ઉપર ચક્કાજામ કર્યો..

 

Oplus_131072

મોરબીના ઘૂટું ગામ પાસે મોરબી હળવદ હાઇવેને ફોરલેન બનાવવાનું કામ ચાલી રહ્યું છે. આ રોડના કામમાં ભ્રષ્ટાચાર અને ગ્રામજનોની માંગણી મુજબ ન થતું હોવાના આક્ષેપો સાથે આજે મહિલાઓ સહિતના ગ્રામજનોએ રોડ પર બેસી વિરોધ નોંધાવ્યો હતો ગ્રામજનોના ચક્કાજામને પગલે હાઈવે પર વાહનોની લાંબી લાઈનો લાગી ગઈ હતી.

Oplus_131072

મોરબી નજીક આવેલ ઘૂટું ગામ પાસે રોડ બનાવવામાં આવી રહ્યો છે જેના વિરોધમાં ગામના સરપંચ સહિતના ગ્રામજનોએ રોડ પર બેસી ચક્કાજામ કર્યો હતો રોડના કામમાં ભ્રષ્ટાચાર થતો હોવાના અને લોકોની માંગણી મુજબ કામ ના થતું હોવાના આક્ષેપો કરવામાં આવ્યા છે ગ્રામજનોના આંદોલનને પગલે મોરબી તાલુકા પોલીસ અને આરએન્ડ બી વિભાગના અધિકારીઓ સ્થળ પર દોડી ગઈ હતા અને ગ્રામજનોને ખાતરી આપતા મામલો થાળે પડ્યો હતો ગ્રામજનોએ આંદોલન સમેટી લેતા પોલીસે હાઈવે ખુલ્લો કરાવ્યો હતો અને વાહનોની અવરજવર શરુ કરાવી હતી

Back to top button
error: Content is protected !!