AHAVADANGGUJARAT

સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજ આહવામાં “સ્વચ્છતા હી સેવા” અભિયાનનો કાર્યક્રમ યોજાયો…

વાત્સલ્યમ્ સમાચાર

    મદન વૈષ્ણવ

એન.એસ.એસ પ્રાદેશિક કચેરી, અમદાવાદ અને યુનિવર્સીટી એન.એસ.એસ વિભાગના પરિપત્ર અનુસાર રાષ્ટ્રીય સેવા યોજના દર વર્ષની જેમ આ વર્ષ પણ “સ્વચ્છતા હી સેવા” અભિયાન ઉજવવામાં આવી રહ્યું છે. જે તા. ૧૭ સપ્ટેમ્બર ૨૦૨૫ થી શરૂ થઇ ૨ ઓક્ટોબર ૨૦૨૫ સુધી ઉજવવામાં આવી રહ્યું છે.

“સ્વચ્છતા હી સેવા” અભિયાન અંતર્ગત સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજ આહવામાં આચાર્યશ્રી ડૉ.યુ.કે.ગાંગુર્ડેના માર્ગદર્શન હેઠળ તા.૨૭-૦૯-૨૦૨૫ ના રોજ સ્વચ્છતા હી સેવા અભિયાન અંતર્ગત Reduce Plastic and Reuse Papers કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં કોલેજનો સ્ટાફ તેમજ ૧૦૦ જેટલા કોલેજના વિદ્યાર્થીઓ તેમજ NSS સ્વયંસેવકો અને NCC ના વિદ્યાર્થીઓ જોડાયા હતા.

કોલેજ કેમ્પસમાં આવેલ પ્લાસ્ટિકને સાફ કરી કોલેજ કેમ્પસ તેમજ કોલેજની આજુબાજુના પરિસરને પ્લાસ્ટિક મુક્ત કર્યું હતું. તેમજ પ્લાસ્ટિકને સળગાવીને નષ્ટ કરવામાં આવ્યું અને વિદ્યાર્થીઓ ફરીથી પ્લાસ્ટિક ના થાય તેમજ પ્લાસ્ટિક નો બને તેટલો ઓછો ઉપયોગ કરવો એવી પ્રતિજ્ઞા લેવડાવવામાં આવી હતી.

“સ્વચ્છતા હી સેવા” કાર્યક્રમ ના ભાગરૂપે કોલેજમાં તેમજ કોલેજના પરિસરમાં બિનજરૂરી એવા કાગળો ભેગા કરીને તેમનો ફરીથી ઉપયોગ થાય તે માટે તેને રી-યુઝ માટેને વ્યવસ્થા કરવામાં આવી છે. આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન NSS ના પ્રોગ્રામ ઓફિસર ડૉ. તેમજ પ્રા.ઉમેશ એ.હડસ અને પ્રા. ગણેશ સી નરભવર દ્વારા કરવામાં આવ્યું હતું.

Back to top button
error: Content is protected !!