GUJARATSURENDRANAGARSURENDRANAGAR CITY / TALUKOWADHAWAN

સુરેન્દ્રનગરમાં વિકાસ સપ્તાહની ઉજવણી – યુવા સશક્તિકરણ દિવસનો કાર્યક્રમ યોજાયો.

તા.07/10/2025/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન હેઠળ ગુજરાતની 24 વર્ષની વિકાસયાત્રાને ઉજાગર કરવા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં રાજ્યભરમાં 7 થી 15 ઓક્ટોબર, 2025 દરમિયાન વિકાસ સપ્તાહની ઉજવણી કરવામાં આવી રહી છે આ અવસરે સુરેન્દ્રનગર મહાનગરપાલિકા અને શિક્ષણ વિભાગ, સુરેન્દ્રનગરના સંયુક્ત ઉપક્રમે યુવા સશક્તિકરણ દિવસની ઉજવણીનો કાર્યક્રમ આર.પી.પી. હાઈસ્કૂલ સુરેન્દ્રનગર ખાતે યોજાયો હતો આ કાર્યક્રમમાં મ્યુનિસિપલ કમિશનર ડો. નવનાથ ગવ્હાણેએ “હર ઘર સ્વદેશી, ઘર ઘર સ્વદેશી”નો સંદેશ આપતાં સ્વદેશી વસ્તુઓ અપનાવવા અને આત્મનિર્ભર ભારતના નિર્માણમાં યોગદાન આપવા અનુરોધ કર્યો તેમણે ઓપરેશન સિંધુરનો ઉલ્લેખ કરી ભારતની વિકાસગાથા વર્ણવતાં જણાવ્યું કે આપણો દેશ વિકાસની હરણફાળ ભરી રહ્યો છે તેમણે સૌને સ્વદેશી અભિયાનમાં જોડાવવા અપીલ કરી હતી સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુએ સ્વદેશી વસ્તુઓના ઉપયોગનું મહત્વ સમજાવતાં જણાવ્યું કે આત્મનિર્ભર ભારતના નિર્માણમાં યોગદાન આપવું એ આપણી ફરજ છે તેમણે શિક્ષણના મહત્વ પર પણ પ્રકાશ પાડ્યો હતો સુરેન્દ્રનગર દુધરેજ વઢવાણ નગરપાલિકાના પૂર્વ પ્રમુખ શ્રીમતિ જિગ્નાબેને આત્મનિર્ભર ભારતના સ્વપ્નને સાકાર કરવા સ્વદેશી વસ્તુઓ અપનાવવાની હિમાયત કરી અને જણાવ્યું કે આ પહેલથી ગૃહિણીઓને રોજગારી મળશે અને દેશનો વિકાસ થશે આ કાર્યક્રમમાં વિકસિત ભારત 2047, સ્વચ્છ ભારત, આત્મનિર્ભર અને સ્વાવલંબી ભારત, એક પેડ મા કે નામ અને ઓપરેશન સિંધુર વિષયો પર વક્તવ્ય આપનારી વિજેતા વિદ્યાર્થીનીઓને મહાનુભાવોના હસ્તે સન્માનપત્ર અને મોમેન્ટો આપી સન્માનિત કરવામાં આવી હતી આ ઉપરાંત, જિલ્લાની માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓના વિદ્યાર્થીઓ અને શિક્ષકો દ્વારા સ્વદેશી વસ્તુઓ અપનાવવા અને આત્મનિર્ભર ભારતના નિર્માણ માટે 10,000 પત્રો લખવાનો સંકલ્પ લેવાયો હતો તેમજ ઉપસ્થિત સૌએ ભારત વિકાસ પ્રતિજ્ઞા પણ લીધી હતી આ પ્રસંગે સ્વાગતવિધિ જિલ્લા શિક્ષણાધિકારીએ કરી જ્યારે આભારવિધિ પ્રાથમિક જિલ્લા શિક્ષણાધિકારી ભદ્રસિંહજી વાઘેલાએ કરી આ પ્રસંગે નાયબ જિલ્લા શિક્ષણાધિકારી, શિક્ષકો અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Back to top button
error: Content is protected !!