વિજાપુર ડીવાઈન પાર્ટી પ્લોટ ખાતે અખિલ ખમાર સમાજનું મહીલા સમન્વય ૨૦૨૪ અંતર્ગત કાર્યક્રમ યોજાયો
વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
વિજાપુર ડીવાઈન પાર્ટી પ્લોટ ખાતે અખિલ ખમાર સમાજના મહીલા સમન્વય ૨૦૨૪ અંતર્ગત કાર્યક્રમ યોજાયો હતો જેમાં ગુજરાત રાજ્યના તમામ તાલુકાના અમદાવાદ ગાંધીનગર પ્રાંતિજ સાબરકાંઠા મેહસાણા વિજાપુર સહિતના ગામો માથી સમાજની મહિલાઓ તેમજ પુરુષો બાળકો સહિત પરીવાર સાથે ઉપસ્થિત રહ્યા હતા. અને વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કર્યા હતા બાળકોએ કલકત્તા મા બનેલ લેડી ડોકટર ના રેપ અને મર્ડર કેસની હર્દય સ્પર્શી નાટક રજૂ કર્યું હતુ. આ કાર્યક્રમ મા સ્થાનીક ધારાસભ્ય ડો સી. જે ચાવડા તેમજ પૂર્વ જીલ્લા સદસ્ય કારોબારી ચેરમેન હિતેન્દ્ર સિંહ પરમાર તેમજ બીડી પટેલ તેમજ અશોક ખમાર સહિત રાજકીય અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. સમાજના અગ્રણી પ્રમુખ શૈલેષભાઈ ખમાર તેમજ મહામંત્રી મયુર ભાઈ ખમાર,ભદ્રેશ ભાઇ ખમાર, પંકજભાઇ ખમાર સહિતે મહેમાનો નુ સ્વાગત કર્યું હતું. ધારાસભ્ય સી. જે ચાવડાએ સમાજના અગ્રણીઓ ને સમાજના ઘડતર અને બાળકોના ઉત્કર્ષ માટે માર્ગદર્શન આપ્યું હતું સમાજના લોકોએ ધારાસભ્ય ની લાગણી ને માન આપી વધાવ્યો હતો. આ કાર્યક્રમ ૫૧૦ જેટલી મહિલાઓ પ્રથમ વખત કાર્યક્રમ મા ઉપસ્થિત રહેતા સમાજ માટે રેકોર્ડ બ્રેક સર્જાયો હતો.