BANASKANTHAGUJARATPALANPUR

શ્રી એલ.વી. નગરશેઠ હાઈસ્કૂલ સમૌ મોટા મુકામે ચતુર્વિધ કાર્યક્રમ યોજાયો

22 ફેબ્રુઆરી જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા

સદર શાળામાં ધોરણ 10 અને 12 માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓનો દીક્ષાંત સમારોહ તથા ગત વર્ષે શ્રેષ્ઠ સિદ્ધિ પ્રાપ્ત કરેલ છાત્ર સન્માન , વિદ્યાર્થીઓ ના ઉજ્વળ ભવિષ્યની કામના માટે ગાયત્રી પરિવાર ડીસા દ્વારા પંચકુંડી ગાયત્રી યજ્ઞ અને સ્વ.રેખાબેન અલ્પેશભાઈ સુથાર પરિવારે તિથિ ભોજન કરાવેલ. ગાયત્રી પરિવાર ડીસા ના શ્રી ઈશ્વરભાઈ ત્રિવેદી,નવીનભાઈ ઠક્કર, ઇશ્વરભાઈ પટેલ અને તેમની ટીમ દ્વારા સદર શાળાના દરેક બાળકો ને ગાયત્રી મંત્ર ,મહામૃત્યુંજય મંત્ર અને સરસ્વતી મંત્રની આહુતિ આપવામાં આવી. યજ્ઞની પૂર્ણાહુતિ બાદ ધોરણ 10 અને 12 ના વિદ્યાર્થીઓનો દીક્ષાંત સમારોહ ભગવાન ગણેશજી ની સ્તુતિ અને સાંદિપની ગુરુકુલ ની બાળાઓ ના સ્વાગત ગીત થી શરૂ થયો. ગત વર્ષે ૮૦ ટકાથી વધુ પરિણામ મેળવનાર વિદ્યાર્થીઓને સમૌ મોટા કેળવણી મંડળ અને શાળા પરિવાર વતી પ્રમાણપત્ર, શિલ્ડ અને પુસ્તક આપી સન્માન કરવામાં આવ્યું. તેમજ પ્રથમ 3 નંબર મેળવનાર વિદ્યાર્થીઓ ને દાતાઓ દ્વારા પણ સન્માનવા માં આવ્યા.વિદાય લઈ રહેલા અને વિદાય આપી રહેલા વિદ્યાર્થીઓએ પોતાના મનોગત થી વાતાવરણ ને ગમગીન બનાવી દીધું હતું.શિક્ષક મિત્રોએ પણ શુભકામનાઓ પાઠવી.ગામના સરપંચશ્રી વજેસિંહ તેમજ ગામના આગેવાનો એ આવનાર પરીક્ષામાં જે બાળકો શ્રેષ્ઠ સફળતા મેળવે તેમને પ્રોત્સાહન આપવા ખૂબ જ સુંદર જાહેરાતો કરી. શાળાના પ્રધાનાચાર્યે બાળકોને પરીક્ષામાં અને જીવન માં સફળતા મેળવી શાળા,સમાજ,ગામ અને રાષ્ટ્ર નું નામ રોશન કરો તેવી વાતો કરી સાથે જ શાળાની ભવિષ્યની યોજનાઓ તેમાં સૌને સાથ , સહકાર આપવા અનુરોધ કર્યો અને ભૂતકાળમાં જેમણે સહયોગ કર્યો હતો તેમને બિરદવ્યા હતા.શાળા મંડળના પ્રમુખશ્રી પી.વી.રાજગોર સાહેબે પણ ખુબ જ મનનીય પ્રવચન આપી શુભેચ્છાઓ પાઠવી હતી.સદર ગામના સ્વ.રેખાબેન અલ્પેશભાઈ સુથાર પરિવાર અને ટીમ દ્વારા બધા માટે સુંદર ભોજન ની વ્યવસ્થા કરવામાં આવેલ. વિદાય લઇ રહેલા વિદ્યાર્થીઓ ને વિદાય ગીત સાથે મોં મીઠું કરાવી ગાયત્રી પરિવાર દ્વારા પુષ્પવૃષ્ટિ કરવામાં આવી.
ભોજન પ્રસાદ બાદ ગ્રુપ ફોટો અને રિસિપ્ટ આપવામાં આવી.કાર્યક્રમને સફળ બનાવવા સંચાલક મંડળના શ્રીજયંતિભાઈ રાજગોર.શ્રીકાનજીભાઈ દેસાઈ,ગામના અને આજુબાજુ ગામના આગેવાનો,ભૂતપૂર્વ વિદ્યાર્થઓ, દાતાશ્રીઓ નો ખુબજ સુંદર સહયોગ રહ્યો.
સૌનો આભાર વ્યક્ત કરી કાર્યક્રમ પૂર્ણ થયો.

Back to top button
error: Content is protected !!