તા.૨૪.૦૪.૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ
Dahod:દાહોદમાં વિશ્વ મેલેરીયા દિવસની ઉજવણી અંતર્ગત રેલી કાઢવામાં આવી
આજ રોજ દાહોદ તાલુકા હેલ્થ કચેરી ખાતે મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારી ડો.ઉદય ટીલાવતના માર્ગદર્શન હેઠળ તથા જીલ્લા મેલેરિયા અધિકારી અતીત ડામોર અને તાલુકા આરોગ્ય અધિકારી ડો ભગીરથ બામણીયાની સુચના અનુસાર તાલુકા આરોગ્ય કચેરી દાહોદ થી વિશ્વ મલેરીયા ઉજવણી ના ભાગરૂપે જન સમુદાય જન જાગૃતિ લાવવા માટે રેલી તેમજ પત્રિકા વિતરણ કરવામાં આવ્યું અને રેલી પૂર્ણ થયા બાદ તાલુકા આરોગ્ય અધિકારી શ્રી દ્વારા મલેરીયા ને લગતી જરૂરી માહિતી આપી જે4 સમુદાયના તમામ લોકો સુધી પહોંચાડવાની છે જે નીચે મુજબ ના મુદાઓની વિસ્તૃત ચર્ચા કરી 1.પ્રા. આ. કેન્દ્ર ના તમામ ગામોમાં લઘુ/ગુરુ શિબીરનું આયોજન કરી iec કરવાની રહશે. 2.ઇન્ટર પર્સનલ કોમ્યુનિકેશન (IPC) તમામ લોકોને મલેરિયા વિશે જાગૃત કરશો.3.પોરા નિર્દેશન કરી લોકોને મચ્છર વિશે સમજાવવું.4.જાહેરાત આપશો 5.શાળા/કોલેજ /આંગણવાડી માં મેલેરિયા વિશે IEC કરશો.6.તમામ પ્રા.આ. કેન્દ્ર અને સબ સેન્ટર ખાતે રંગોળી બનાવી.. વિશ્વ મેલેરિયા દિવસની ઉજવણી કરશો.7.પ્રા.આ. કેન્દ્ર.ના.તમામ. ગામોમાં માઈકિંગ કરી IEC કરશો 8.જરુરી જણાય ત્યાં ટીવી ચેનલ અથવા તથા સોશિયલ મીડિયા મારફતે વિશ્વ મેલેરિયા દિવસનું પ્રચાર પ્રસાર કરવાનુ રહેશે 9. મેલેરિયા ની પત્રિકાનું વિતરણ કરી IEC કરવાની રહેશે..10.જાહેર સ્થળો પર રેલી કાઢી પ્રચાર કરવાનું રહેશે 11.વોટ્સએપ , ફેસબુક ના માધ્યમથી વાહક જન્ય રોગો વિશે સંદેશા લોકો સુધી પહોંચે તે રીતે આયોજન કરવાનું રહેશે.12.તમામ PHC સુપરવાઈઝર મેલેરિયા પ્રોગ્રામ વિશેની માહિતી ન્યુઝ પેપરમાં આવે તે રીતે આયોજન કરવાનું રહેશે.13.તમામ કામગીરીના ફોટા ગ્રુપ માં મોકલી આપવાના રહેશે.14.તમામ કર્મચારી પોતાના વિસ્તારમાં વિશ્વ મેલેરિયા દિવસની શું શું એક્ટિવિટી કરી તેની માહિતી એકત્ર કરી ડેલી ડાયરી નોંધ રાખવાની રહેશે.15.તમામ કામગીરીનુ રિપોટિંગ ગુગલ શીટ માં ભરવાનું રહેશે આમ વધુમાં તાલુકા આરોગ્ય અધિકારી જણાવ્યું કે મેલેરીયા મુક્ત દાહોદ બનાવવા માટે તમામ પ્રયત્નો કરવામાં આવશે આ રેલી માં દાહોદના આરોગ્ય કર્મચારીઓ જોડાયા હતા