GUJARATSURENDRANAGARSURENDRANAGAR CITY / TALUKOWADHAWAN

સુરેન્દ્રનગર જિલ્લામાં ખેડૂતોના પડતર પ્રશ્નોને લઈને કોંગ્રેસની આગેવાનીમાં રેલીનું આયોજન કરવામાં આવ્યુ.

અનેક વખત રજુઆત છતાં સરકાર તરફથી કોઇ યોગ્ય પ્રતિસાદ ન મળતા ખેડુતોમાં ભારે રોષ

તા.22/04/2025/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર

અનેક વખત રજુઆત છતાં સરકાર તરફથી કોઇ યોગ્ય પ્રતિસાદ ન મળતા ખેડુતોમાં ભારે રોષ

સુરેન્દ્રનગર આંબેડકર ચોકથી કલેક્ટર કચેરી સુધી નીકળેલી આ રેલીમાં મોટી સંખ્યામાં ખેડૂતો જોડાયા હતા ગત વર્ષે અતિવૃષ્ટિથી થયેલા પાક નુકસાન બદલ વળતર, જમીન સંપાદનમાં યોગ્ય માપણી અને નર્મદા કેનાલ લીકેજથી થતા નુકસાન જેવા મુદ્દાઓને લઈને ખેડૂતોએ કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું સુરેન્દ્રનગર જિલ્લામાં ગત ચોમાસામાં અનિયમિત વરસાદ તેમજ અતિવૃષ્ટિના કારણે ખેડૂતોનો પાકને નુકસાન પહોંચ્યું હતું નુકસાની અંગે ખેડૂતોએ સરકારની એસ. ડી. આર. એફ. યોજના અંતર્ગત સહાય મેળવવા નિયમ મુજબ ફોર્મ ભર્યા હતા પરંતુ સ્થાનિક તંત્ર દ્વારા આડેધડ સર્વે કરી ખોટા આંકડાઓ દર્શાવી ખેડૂતોને નુકસાન થયું હોવા છતાં ખોટો સર્વે કરી સહાયથી વંચીત રાખવામાં આવ્યા તેમજ હજારો ખેડૂતોના કારણ વગર ફોર્મ રિજેક્ટ કરવામાં આવતાં હાલત કફોડી બની છે તેમજ ખેડૂતોની જમીન માપણીમાં પણ મોટાપાયે ગેરરીતી આચરી ખોટું અને ઓછું માપ તેમજ નકશા દર્શાવી સ્થાનીક ડીએલઆર કચેરીના અધિકારીઓના મીલીભગતથી વધુ જમીન હોવા છતાં ઓછી જમીન દર્શાવી દેવામાં આવી છે સુરેન્દ્રનગર જિલ્લામાં ખેડૂતોના પડતર પ્રશ્નોને લઈને આજે કોંગ્રેસની આગેવાનીમાં મોટી રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું રાજ હોટલથી કલેક્ટર કચેરી સુધી નીકળેલી આ રેલીમાં મોટી સંખ્યામાં ખેડૂતો જોડાયા હતા ગત વર્ષે અતિવૃષ્ટિથી થયેલા પાક નુકસાન બદલ વળતર, જમીન સંપાદનમાં યોગ્ય માપણી અને નર્મદા કેનાલ લીકેજથી થતા નુકસાન જેવા મુદ્દાઓને લઈને ખેડૂતોએ કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું DELR કચેરી દ્વારા જમીન સંપાદન મામલે યોગ્ય જવાબ ન મળતો હોવાનો આક્ષેપ પણ કરવામાં આવ્યો હતો રેલીમાં કોંગ્રેસ સેવા દળના પ્રદેશ પ્રમુખ પ્રગતિબેન આહીર અને જિલ્લા પ્રમુખ નૌશાદ સોલંકી સહિત મોટી સંખ્યામાં કાર્યકરો હાજર રહ્યા હતા કલેક્ટર કચેરી કમ્પાઉન્ડમાં ભાજપ વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા અને પાર્ટીના બેનર સળગાવવામાં આવ્યા હતા ખેડૂતોએ રામધૂન બોલાવીને પોતાનો વિરોધ વ્યક્ત કર્યો હતો ખેડૂતોએ ચેતવણી આપી હતી કે જો તેમના પ્રશ્નોનું નિરાકરણ નહીં આવે તો આગામી સમયમાં ઉગ્ર આંદોલન કરવામાં આવશે અનેક વખત રજૂઆત છતાં સરકાર તરફથી કોઈ યોગ્ય પ્રતિસાદ ન મળતા ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.

Back to top button
error: Content is protected !!