
યોગેશ કાનાબાર રાજુલા
રાજુલા પોલીસનું મધરાતે સર્ચ ઓપરેશન
જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં થયેલા હુમલા બાદ ગુજરાત પોલીસ એલર્ટ મોડમાં આવી ગઈ છે. અમરેલી જિલ્લામાં SP સંજય ખરાતની સૂચના હેઠળ રાજુલા પોલીસે મધરાતે વિશેષ સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. PI એ.ડી. ચાવડાની આગેવાની હેઠળની ટીમે ત્વક્કલનગર, બીડીકામદાર વિસ્તાર અને મફતપરા વિસ્તારમાં તપાસ કરી હતી. પોલીસે સ્થાનિક મસ્જિદમાં પણ તપાસ હાથ ધરી હતી. આ દરમિયાન રહીશોના આધારકાર્ડ સહિતના દસ્તાવેજોની ચકાસણી કરવામાં આવી હતી.
રાજુલા દરિયાઈ કોસ્ટલ બેલ્ટ વિસ્તારમાં મોટા પ્રમાણમાં ઉદ્યોગો કાર્યરત છે. અહીં દેશ-વિદેશના લોકોની અવરજવર રહે છે. ઘણા પરપ્રાંતીય લોકો રાજુલા શહેરમાં વસવાટ કરે છે. આ કારણે પોલીસે પાકિસ્તાન અને બાંગ્લાદેશ જેવા દેશોના નાગરિકોના ગેરકાયદે વસવાટની શંકાને લઈને આ સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. તેમજ શહેરના વિવિધ સ્થળો જેમ કે ધર્મશાળા તેમજ એસટી બસ સ્ટેન્ડ સહિતના વિવિધ શંકાસ્પદ પ્રવાસીઓના આધાર કાર્ડ સહિતના ડોક્યુમેન્ટ ચેક કરવાની કામગીરી કરવામાં આવેલી




