
વાત્સલ્યમ્ સમાચાર.
રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – ભુજ કચ્છ.
ભુજ ,તા-૨૯ ઓક્ટોબર : સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦મી જન્મજયંતિ નિમિત્તે સમગ્ર દેશમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. કચ્છ જિલ્લામાં ભુજ ખાતે ૩૧ ઓક્ટોબર,૨૦૨૫ના રોજ સવારે ૮.૦૦ કલાકે આર.ડી.વરસાણી હાઈસ્કૂલ ખાતેથી રન ફોર યુનિટીનું આયોજન કરવામાં આવ્યું છે. કાર્યક્રમની ઉજવણીને લઈને આજરોજ કચ્છ કલેક્ટરશ્રી આનંદ પટેલે જિલ્લા વહીવટીતંત્રના વિવિધ વિભાગના અધિકારીશ્રીઓને જરૂરી માર્ગદર્શન પુરું પાડીને નાગરિકો, એનજીઓ, સરકારી સંસ્થાઓને સહભાગી બનાવવા જણાવ્યું હતું.
આર.ડી.વરસાણી ખાતેથી રન ફોર યુનિટીને મહાનુભાવોની ઉપસ્થિતિમાં લીલીઝંડી આપીને પ્રસ્થાન કરાવવામાં આવશે. આ પ્રસંગે મહાનુભાવો અને સહભાગીઓ રાષ્ટ્રીય એકતાના શપથ ગ્રહણ કરશે. આ રન ફોર યુનિટીના આયોજનમાં ભુજ નગરપાલિકા, શાળાઓ-કોલેજના વિદ્યાર્થીઓ, સરકારી કચેરીઓ, એનજીઓ વગેરે સામેલ થશે.




