BANASKANTHAPALANPUR

અધિવકતા પરિષદ બનાસકાંઠા પાલનપુર દ્વારા અંબાજી ખાતે સાતમો બે દિવસીય અભ્યાસવર્ગ યોજાયો

19 જાન્યુઆરી જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા

અધિવકતા પરિષદ સમગ્ર ભારત દેશમાં રાષ્ટ્રહિત, રાષ્ટ્ર ભાવના સાથે રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘના નેજા હેઠળ કાર્ય કરતું વકીલશ્રીઓનું સંગઠન છે. તાજેતરમાં તા.૧૭ અને ૧૮ જાન્યુઆરી ૨૦૨૬ના રોજ વનરાજી રિસોર્ટ અંબાજી ખાતે અધિવકતા પરિષદનો સાતમો બે દિવસીય અભ્યાસવર્ગ અને પ.પૂજ્ય સ્વામી વિવેકાનંદજી જન્મ જયંતી નિમિત્તે યુવા દિવસની ઉજવણીનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.જેમાં બનાસકાંઠા, સાબરકાંઠા અને પાટણ જિલ્લામાંથી આશરે ૨૦૦ થી ૨૫૦ જેટલા અધિવક્તા વકીલશ્રીઓએ ભાગ લીધેલો હતો .જેમાં કાયદાના જુદા જુદા વિષયો પર અભ્યાસ અને વક્તવ્યો આપવામાં આવ્યા હતા.આ પ્રસંગે હર ગંગેશ્વર મહાદેવ મંદિર હાથીદારાના મહંત ૧૦૦૮ પરમ પૂજ્ય સંત શ્રી દયાલપુરી બાપુના આશીર્વચન થકી અભ્યાસ્વર્ગ શરૂ કરવામાં આવ્યો હતો.જેમાં અધિવક્તા પરિષદ ગુજરાત પ્રાંતના ઉપાધ્યક્ષ શ્રી ધીરજભાઈ ધારાણી, પ્રાંત મહામંત્રી શ્રી હર્ષેશભાઈ કક્કડ, બનાસકાંઠા જિલ્લાના પ્રમુખશ્રી ઉદયભાઇ આચાર્ય તેમજ અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહેલા હતા. વધુમાં બનાસકાંઠા જિલ્લાના ઉપપ્રમુખશ્રી જીગ્નેશભાઈ આચાર્ય, મંત્રીશ્રી ધર્મેન્દ્રભાઈ સોનગરા, ખજાનચીશ્રી નરેશભાઈ ચોરસીયા, પાલનપુર તાલુકા પ્રમુખશ્રી પ્રકાશભાઈ ધારવા, સહમંત્રી શ્રી સિદ્ધાર્થભાઈ ઓઝા, મહિલા અધિવકતા પ્રમુખ શ્રીમતી બેલાબેન સોની,શ્રી લલિતભાઈ યોગી, શ્રી અરૂણભાઇ પરમાર તેમજ તથા અન્ય અધિવકતા સભ્યશ્રીઓની સાથે સમગ્ર ઉત્તર ગુજરાત માંથી સિનિયર અને જુનિયર અધિવકતાઓએ આ અભ્યાસવર્ગમાં પ્રશિક્ષણ લીધુ હતુ.આ પ્રસંગે નવનિયુકતમાં બનાસકાંઠા જિલ્લા પ્રમુખ તરીકે શ્રી ભરતસિંહ સોલંકી, સાબરકાંઠા જિલ્લા પ્રમુખ તરીકે શ્રી ચંદ્રેશભાઇ ભટ્ટ, પાટણ જિલ્લા પ્રમુખ તરીકે શ્રી વી.ડી.ઝાલા,પાલનપુર તાલુકા પ્રમુખ તરીકે શ્રી તેજમલજી પરમાર, ડીસા તાલુકા પ્રમુખશ્રી મોડનજી ઠાકોર, દાંતા તાલુકા પ્રમુખશ્રી જયેન્દ્રસિંહ બારડ, વડગામ તાલુકા પ્રમુખશ્રી અતુલભાઈ જોશી, રાધનપુર તાલુકા પ્રમુખશ્રી ભાવેશભાઈ ઠક્કર, પાટણ તાલુકા પ્રમુખશ્રી મેહુલભાઈ વાઘેલા અને સરસ્વતી તાલુકા પ્રમુખશ્રી દિનેશભાઈ પરમાર ની વરણી કરવામાં આવી હતી.આ અભ્યાસવર્ગમાં કાયદા શિક્ષણ, વકીલશ્રીઓનું ભારતભૂમિ માટે યોગદાન, આઝાદ ભારત માટે વકીલોશ્રીઓનું યોગદાન,શહીદો અને મહાપુરુષોનું બલિદાન જેવા અનેક વિષયો પર પ્રશિક્ષણ, વક્તવ્ય અને મુક્ત ચર્ચા કરવામાં આવી હતી. પ.પૂજ્ય સ્વામી વિવેકાનંદજી યુવા દિવસ નિમિતે આશરે ૫૦થી વધુ નવા યુવા વકીલ અધિવકતા ભાઈ – બહેનોને જોડવામાં આવ્યા હતા સાથે મહિલા અધિવક્તાઓએ પણ અભ્યાસ્વર્ગમાં પ્રશિક્ષણ લીધુ હતુ.બધાના આશ્ચર્યની વચ્ચે અભ્યાસવર્ગમાં રાત્રી ભોજન પશ્ચાત ઇનવિઝિવલ એન.જી.ઓ.દ્વારા અધિવકતાશ્રી ધ્રુવીનીભાઈ ધારાણી એ આપણી સનાતની સંસ્કૃતિ અને શાસ્ત્રોના માધ્યમથી ગ્રહો,નક્ષત્રો અને ખગોળ વિષયક ખુલ્લા આકાશ નીચે ગેઝિંગ કાર્યક્રમનું આયોજન કરી સૌનું ધ્યાન કેન્દ્રિત કર્યું હતું.આ સમસ્ત કાર્યક્રમનું સફળ સંચાલન શ્રી ધર્મેન્દ્રભાઈ સોનગરા, શ્રી નરેશભાઈ ચોરસિયા, શ્રી જીગ્નેશભાઈ આચાર્ય ,શ્રી સિદ્ધાર્થભાઇ ઓઝા અને શ્રી લલિત યોગી એ કર્યું હતું અને ભારે જહેમત ઉઠાવી કાર્યક્રમને સફળ બનાવેલ હતો.

Back to top button
error: Content is protected !!