GUJARATJUNAGADHKESHOD

કેશોદ તાલુકાની રાણીંગપરા શાળા ખાતે શાળા પ્રવોશોત્સવ યોજાયો

શિક્ષણથી જીવનને દિશા મળે છે: સરકારી શાળાઓમાં શિક્ષણની શ્રેષ્ઠ વ્યવસ્થા: મંત્રી શ્રી પ્રફુલભાઈ પાનસેરીયા

કેશોદ તાલુકાની રાણીંગપરા પ્રાથમિક શાળા ખાતે શિક્ષણ રાજ્ય મંત્રી શ્રી પ્રફુલભાઈ પાનેસરીયા દ્રારા બાલ વાટિકાના ૨૨ બાળકો અને આંગણવાડીના ૧૬ એમ કુલ ૩૮ બાળકોને કુમકુમ તિલક અને વર્ગખંડ કીટ આપીને શાળા પ્રવેશ કરાવવામાં આવ્યો હતો રાણીગપરા ગામની પ્રાથમિક શાળામાં યોજાયેલા શાળા પ્રવેશોત્સવનો કાર્યક્રમ શિક્ષણ રાજ્ય મંત્રી શ્રી પ્રફુલભાઈ પાનસેરીયા ના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો. શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ-૨૦૨૪ અંતર્ગત વધારેમાં વધારે બાળકો શાળામાં પ્રવેશ કરે તે હેતુથી ૨૦૦૩ થી શરૂ થયેલ શાળા પ્રવેશોત્સવ સ્માર્ટ ક્લાસ, આધુનિક શિક્ષણ વ્યવસ્થા, ભાર વિનાનું ભણતર, ૬ થી ૧૪ વર્ષના બાળકોને મફત અને ફરજિયાત શિક્ષણ વગેરેને કારણે વિદ્યાર્થીઓ અને વાલીઓ શિક્ષણ પ્રત્યે ખુબ જ જાગૃતતા આવી છે. કેશોદના રાણીગપરા ગામનીશાળાની વિદ્યાર્થીની દેવધારિયા મિત્તલબેનએ સ્વાસ્થ્ય અને પર્યાવરણ પર વક્તવ્ય આપ્યું હતું, તેમજ મેરુડા હાર્દિકભાઈએ વિજ્ઞાન અને ટેકનોલોજી પર વક્તવ્ય આપ્યું હતું. કાર્યક્રમનું સંચાલન શાળાના વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવ્યું હતું. ત્યાર બાદ રાજ્ય શિક્ષણ મંત્રી શ્રી પફુલભાઈ પાનેસરીયા દ્વારા શિષ્યવૃત્તિની પરીક્ષામાં ઉચ્ચ ક્રમાંક પ્રાપ્ત કરનારા વિદ્યાર્થીઓનું અને વાર્ષિક પરીક્ષામાં અવ્વલ નંબર મેળવનાર વિદ્યાર્થીઓનું પ્રમાણપત્ર આપીને સન્માન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમનું ઉદ્દબોધન કરતા મંત્રી શ્રી એ જણાવ્યું હતું કે શિક્ષણ વગરનું જીવનએ સમુદ્રમાં પડેલી દિશા વિહીન નાવ સમાન છે જેને કોઇ રસ્તો મળતો નથી. શિક્ષણથી જીવનને દિશા મળે રાજ્ય સરકાર દ્વારા સરકારી શાળાઓમાં શિક્ષણની તમામ વ્યવસ્થાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે તેમ કહ્યું હતું. શાળા એ મંદિર જ છે તેથી શાળા પરિસરમાં કોઈએ વ્યસન કરવું નહીં. શિક્ષકોને પણ માર્ગદર્શન આપ્યું હતું. શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમમાં કેશોદના ધારાસભ્ય દેવાભાઈ માલમ તેમજ જિલ્લા શિક્ષણાધિકારી ભાવસિંહભાઇ વાઢેળ સહિતના અધિકારીઓ‌ અને વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા.

રિપોર્ટ : અનિરૂધસિંહ બાબરીયા – કેશોદ

Back to top button
error: Content is protected !!