બીઆરસી ભવન લીમખેડા ખાતે કેરિયર કાઉન્સિલિંગ અને ગાઈડલાઈન અંતર્ગત સેમિનાર યોજાયો
લીમખેડા તાલુકા માં બીઆરસી ભવન ખાતે વોકેશનલ એજ્યુકેશન અંતર્ગત ધોરણ 9 થી 12 ના વિદ્યાર્થીઓ માટે કેરિયર કાઉન્સિલિંગ અને ગાઈડન્સ સેમિનાર યોજવામાં આવ્યો હતો. જેમાં જિલ્લા રોજગાર કચેરી દાહોદ ના હિરલબેન સેલોત અને ITI લીમખેડા ના તરુણકુમાર અમીન, રેખાબેન હઠીલા તથા બીઆરસી કોં ઋષિભાઈ સલાણીયા દ્વારા વિદ્યાર્થીઓને PPT ના માધ્યમથી તથા રૂબરૂ કાઉન્સિલિંગ કરી આગળ ઉચ્ચ અભ્યાસ માટે કારકિર્દી ઘડતર માટે સવિશેષ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.