તા.૨૨.૦૬.૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ
Santarampur:સંતરામપુર બાયપાસ ખાતે ટેલર અને તુફાન જીપ વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો બે લોકોના ઘટના સ્થળે મોત
દાહોદ જિલ્લાના એક ગામમાં રહેતા ૧૫ જેટલા લોકો પોતાના વતન થી ઘર ગુજરાન ચલાવવા માટે અમદાવાદ શહેરમાં મજૂરી અર્થે ગયા હતા અને તેઓ આજરોજ ૨૨ જૂન ૨૦૨૫ના રોજ પોતાના ગામમાં ગ્રામ પંચાયતની ચૂંટણી હોવાથી તેઓ બધા લોકો ગામમાંથી મોકલવામાં આવેલ તૂફાન ગાડી માં બેસીને અમદાવાદ થી રાત્રીના ૧૨:૦૦ વાગ્યા બાદ પોતાના વતનમાં ગ્રામ પંચાયતની ચૂંટણી હોવાથી વોટ આપવા માટે આવવા માટે નીકળ્યા હતા તે દરમિયાન સવારના ૦૫:૦૦ વાગ્યાના આસપાસમાં સંતરામપુર બાયપાસ રોડ વિસ્તારમાં આવેલ મુરલીધર પાસે તુફાન ગાડી અને ટાટા ટર્બો ટ્રેલર ગાડીનો આમને સામને ગંભીર અકસ્માત સર્જાયો હતો .આ તૂફાન ગાડીમાં બેઠેલા અંદાજે ૧૫ જેટલા લોકોને ગંભીર ઇજાઓ પહોંચતા સ્થાનિક લોકો દ્વારા ૧૦૮ જાણ કરતા ૧૦૮ ની કુલ:૪ જેટલી ગાડીઓ સંતરામપુર ની ૧૦૮ ના પાયલોટ હરિશ્ચંદ્રસિંહ લાલસિંહ રાણા ને ઈએમટી ધવલકુમાર પટેલ તથા બટકવાડા ૧૦૮ ના પાયલોટ જીતેન્દ્રભાઇ દરજી ઇએમટી અશોકભાઈ પટેલ તથા ગોધર ગામના ૧૦૮ ના પાયલોટ શુભમભાઈ પટેલ ઈએમટી બહાદુરસિંહ સિસોદિયા તથા કડાણા તાલુકાના ૧૦૮ ના પાયલોટ રાજુભાઈ વાળંદ ઈએમટી અલ્પાબેન કિશ્ચન ઘટના સ્થળે તાત્કાલિક આવી પહોંચયા હતા અને ૧૫ જેટલા લોકોને ઈજાઓ પહોંચતા વધુ સારવાર માટે સંતરામપુર સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા આ અકસ્માત માં વિક્રમ ડામોર ઉંમર ૨૦ વર્ષ, આહાન બાદલ ડામોર ઉંમર ૩૪ વર્ષ, સાહિલ ખડિયા ઉંમર ૧૬ વર્ષ, કમલેશ ખલસિંગ ખડિયા ઉંમર ૫૦ વર્ષ , શાંતાબેન ડામોર ઉંમર ૨૭ વર્ષ, રમીલાબેન ડામોર ઉંમર ૪૮ વર્ષ, સવિતાબેન કમલેશ ખડિયા ઉંમર ૩૮ વર્ષ, વિધાનસિંહ ખડિયા ઉંમર ૧૨ વર્ષ, દશરાજ ભંડોર ઉંમર ૩૫ વર્ષ, કવિતાબેન ડામોર ઉંમર ૪૫ વર્ષ, બાદલ રહેમાન ડામોર ઉંમર ૨૫ વર્ષ, અનિલભાઈ ડામોર ઉંમર ૪૦ વર્ષ મંજુબેન કમલેશભાઈ ડામોર ઉંમર ૨૭ વર્ષ ના કુલ :૧૫ જેટલા નામના લોકોને ગંભીર ઇજાઓ પહોંચતા તેઓને તાત્કાલિક ધોરણે સારવાર અર્થે ૧૦૮ મારફતે સંતરામપુર સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. તેમાં ૨ વ્યક્તિઓ ઘટના સ્થળે જ મૃત્યુ પામ્યા હતા. અને તેમાં ત્યારબાદ અમુક વ્યક્તિઓને સંતરામપુર સિવિલ હોસ્પિટલમાં થી દાહોદ ખાતે ૧૦૮ મારફતે રિફર કરવામાં આવ્યા હતા. આ બનાવની જાણ થતા લોકો ઘટના સ્થળે મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા અને સાથે આ બનાવની જાણ સંતરામપુર પોલીસ ને થતા પોલીસે આ ઘટના બાબતની આગળની તપાસ હાથ ધરી હતી