સંતરામપુરના રાણેજીની પાદેડી ગામ પાસે ગમખાર અકસ્માત એકનું મોત એક ગંભીર
સંતરામપુર તાલુકાના મોટીસરસણ આઉટ પોસ્ટ હદના ના રાણીજીની પાદેરી ગામ પાસે ગત મધ્યરાત્રી એ ઈકો કાર અને આઈસર ટેમપો વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાતા, એકનું મોત અને એક ગંભીર.
અમીન કોઠારી મહીસાગર
મહિસાગર જિલ્લાના સંતરામપુર તાલુકાના રાણીજીની પાદેડી ગામ પાસે રાત્રીના આશરે 2 વાગ્યાના સુમારે ઈકો કાર અને આઈસર ટેમ્પો વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો.
આ દુર્ઘટનામાં દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાના ફતેપુરા ગામના ઝૈનુલ આબેદીન અબ્દુલ મજીત ભાભોર (ઉ. 41) નું ઘટના સ્થળે જ કરુણ મોત નિપજ્યું હતું,
જ્યારે સંતરામપુર શહેરના કુંભારવાડા વિસ્તારમાં રહેતા ઈમરાનભાઈ ફ્રુટવાલા ને આ અકસ્માતમાં ગંભીર ઇજાઓ થતા તાત્કાલિક સંતરામપુર સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.જયા ઈજાગ્રસ્ત ને તાત્કાલિક સારવાર આપી ને ગંભીર ઈજાઓ હોઈ વધુ સારવાર અર્થે બહાર લ ઈ જવાયેલા.
આ મિત્રો કોઈ કામસંદર્ભે અમદાવાદ ગયા બાદ પરત ફરી રહ્યાં હતા ત્યારે આ દુર્ઘટના સર્જાઈ હતી. આ ધટના ધટતા આજુબાજુના સ્થાનિક
લોકોએ દોડી આવી ને તત્કાલ 108 ને જાણ કરી બચાવ કામગીરી હાથ ધરી હતી. ને પોલીસને ધટનાની જાણ કરી હતી ્
પોલીસ ઘટના સ્થળે દોડી આવી ગુનો નોધી ને કાયદેસરની કાર્યવાહી કરીને ને મરનારની લાશ ને પોસ્ટમોર્ટમ માટે સંતરામપુર સરકારી દવાખાને મોકલેલ જ્યાં પોસ્ટમોર્ટમ કર્યા બાદ લાશનો કબજો મરનાર નાં સગા ને સુપ્રત કરવામાં આવેલ. આ બનાવમાં પોલીસે તપાસ હાથ ધરી છે.